મોટી સંખ્યામાં સફાઇ કર્મચારીઓ મનપા કચેરીએ એકત્ર થયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં વોર્ડ નંબર 10માં મનપાની ઓફીસમાં મનપાનાં સફાઇ કર્મચારીને સફાઇ બાબતે બોલાચાલી થયા બાદ સાવણા વડે માર માર્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ ઘટના બાદ આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ મનપા કચેરીએ એકત્ર થયા હતાં.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબજૂનાગઢનાં ગોધાવાવની પાટી વિસ્તારમાં વાલ્મીકી નગરમાં રહેતા દિનેશભાઇ દેવજીભાઇ ચુડાસમા મહાનગર પાલીકનાં કામયી કર્મચારી છે.વોર્ડ નંબર 10માં આવેલી ઓફીસમાં પ્રવિણભાઇ ડાયાભાઇ ચુડાસમા આવી દિનેશભાઇને સફાઇ કર્મચારીનાં કામ બાબતે બોલાચાલી કરી હતી. અને ગાળો આપી હતી.
જેમાં શર્ટનાં બટન તોડી નાખ્યાં હતાં અને સાવણા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે દિનેશભાઇ ચુડાસમાએ પ્રવિણભાઇ ચુડાસમા સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.