કોઇ પણ યુઝર તેના કોઇ પણ કોન્ટેક્ટને મ્યૂટ કરી શકશે અને તે પણ ઘણા વર્ષો સુધી. છેલ્લા ઘણા સમયથી આ ફીચર માટે પ્રોસેસ ચાલી રહી હતી અને હવે તમે વ્હોટ્સઍપ અપડેટ કરશો એટલે તમને આ ફીચર જોવા મળશે.
- શું છે બદલાવ
મ્યૂટના ઓપ્શનમાં પહેલા 8 કલાક, એક અઠવાડિયુ અને એક વર્ષનો ઓપ્શન આપવામાં આવતા હતા પરંતુ હવે તે જ ઓપ્શનમાં 1 વર્ષને ઓલ્વેઝના ઓપ્શન સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યું છે.
વ્હોટ્સઍપ ઍપ બીટા ટેસ્ટ ઘણા મહિનાઓથી કરવામાં આવ્યો અને બાદમાં આ ફીચરને લાવવામાં આવ્યું છે.
કદાચ તમને આ ફીચર બહુ મોટુ નહી લાગ્યુ હોય પરંતુ આ ખુબ જ શાંતિ આપનાર ફીચર છે જેનાથી કેટલાક લોકોના ફાલતૂ નોટિફીકેશનથી તમને શાંતિ મળશે.