કેપ્ટન પાવરફુલ હોય તો જહાજ સાત સમંદર પાર થઈ જ જાય
IPS રાજુ ભાર્ગવ પોલીસ કમિશનર તરીકે આવ્યા બાદ રાજકોટ પોલીસની છાપ ધીમે-ધીમે સુધરવા લાગી
- Advertisement -
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસ તંત્ર ક્રાઈમ ઘટાડવા માટે સતત વૉચ રાખી રહ્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
કહેવાય છે કે, કેપ્ટન વગરનું જહાજ દિશાવિહીન થઈ જાય છે. પરંતુ જો કેપ્ટનનું પાવરફુલ અને વિઝન ક્લિયર હોય તો સાત સમંદર પાર થઈ જવાય છે. રાજકોટ પોલીસની છબી થોડા સમય પહેલા તોડકાંડ અને કમિશનના લીધે ખરડાઈ હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ સહિતના અનેક અધિકારીઓની બદલી કરી દેવાઈ છે જ્યારે તેની છાપ સુધારવા રાજ્ય સરકારે જાંબાઝ ઈંઙજ રાજુ ભાર્ગવની નિમણૂંક કરતા રાજકોટ પોલીસની છાપ ધીમે ધીમે સુધરવા લાગી છે. ગઈકાલે જે રાજકોટ શહેરમાં ઘટના ઘટી તેમાં રાજકોટ પોલીસને દાદ આપવી પડે. શહેર એસઓજીએ જીવના જોખમે મોટી ચોરીને અટકાવીને કાબિલેદાદ કામગીરી કરી બતાવી છે. તજે તમામ શ્રેય પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને જાય છે.
પીએસઆઈ ડી.બી. ખેરે બંગલા અંદર રહેલા શખ્સોને પોતાની ઓળખ આપી પડકાર્યા હતાં. તે સાથે જ અંદરથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને પત્થરમારાની આડમાં અમુક શખ્સો બંગલાની બહાર તરફ ભાગતા પીએસઆઈ ખેરે તેમને પકડવાનો પ્રયાસ કરતાં બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી. છતા પણ ખેરે પીછેહઠ ન કરતા ગેંગને રોકવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક શખ્સને પીએસઆઈ ખેરે મજબૂતીથી પકડી રાખતાં બીજા શખ્સે તેને છોડાવવા માટે પીએસઆઈ ખેર પર ગણેશીયા વડે હુમલો કર્યો હતો. જયારે અન્ય એક શખ્સે પીએસઆઈ. ખેરનું ગળું પકડી જોરથી દબાવી દીધું હતું. આમ રાજકોટ પોલીસ પોતાની છબી સુધારવા બાજી લગાવી દીધી હતી. આમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર ક્રાઈમ ઘટાડવા માટે સતત વોચ રાખી રહ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે આવ્યા તેને હજુ માંડ અઢી મહિના જેટલો સમય થયો છે. પરંતુ અત્યાર સુધીમાં એક અલગ જ છાપ ઉભી કરી છે. ડિસીપ્લીનમાં માનતા રાજુ ભાર્ગવે બે મહિનામાં અનેક વણઉકેલ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીઓને જેલહવાલે ધકેલી દીધા છે.
- Advertisement -
બુકાનીધારી દેખાતા SOGએ તાત્કાલિક મકાનને કોર્ડન કર્યું
એસઓજીની ટીમ રાત્રે નવ વાગ્યાથી નાઈટ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન મધરાત્રે 2.30 વાગ્યાનાં અરસામાં ચિત્રકૂટ સોસાયટીમાંથી પસાર થતાં શેરી નંબર-2માં આવેલા બંગલામાં પાંચથી છ બુકાનીધારી શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાયા હતાં. જેમાંથી અમુક શખ્સો બંગલાનાં પ્રથમ માળની ગેલેરી અને અમુક શખ્સો મકાનનાં વરંડાની અંદરનાં ભાગે જોવા મળતાં તત્કાળ એસઓજીની ટીમે તે મકાનને કોર્ડન કરી લીધું હતું.