ટનદીઠ 150 રૂપિયા વધારો કરાયો : આ ભાવથી કોઈ સુગરમિલ જાહેર કરી શકશે નહિં
સુગરમિલમાં રિક્વરી 10.25 ટકા આવે તો 3050 ચૂકવવા પડશે
- Advertisement -
સરકારે શેરડીની પિલાણ સિઝન 2022-23 માટે ટનદીઠ શેરડીના 3050 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે. સુગરમિલો સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી નીચા ભાવ જાહેર કરી શકશે નહીં.ગત પિલાણ સિઝનના 2900 રૂપિયાના ભાવ સામે સરકારે 2022-23ની પિલાણ સિઝન માટે ટનદીઠ 150 રૂપિયા વધુ ભાવ જાહેર કર્યો છે. સુગરમિલોની ખાંડની રિક્વરી 10.25 ટકા આવે તો 3050 જ્યારે 9.5 ટકાની રિક્વરી આવે તો 2820 રૂપિયા ચૂકવવા પડશે.આ ભાવથી નીચા ભાવ કોઈ સુગરમિલ જાહેર કરી શકશે નહિં.
દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડીનો પાકનો મુખ્ય છે. દક્ષિણ ગુજરાતની જમીન શેરડીના પાકને માફક હોવાથી અહીંયાના મોટાભાગના ખેડૂતો શેરડીનું મોટાપાયે વાવેતર કરે છે. અહીંના ખેડૂતોને મુખ્ય પાક શેરડી હોવાથી સુગરમિલોની સંખ્યા પણ 7થી વધુ છે. દરમિયાન ખેડૂતોને શેરડીના પોષણક્ષણ ભાવ મળી રહે તેથી સરકાર દરવર્ષે ટેકાના ભાવ જાહેર કરે છે. આ વર્ષે પણ 3જી ઓગષ્ટના રોજ પિલાણ સિઝન 2022-23 માટે શેરડીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા.
આ વર્ષે ટેકાના ભાવ ટને 3050 રૂપિયા નક્કી કરાયા છે. જે ગત પિલાણ સિઝણમાં 2900 રૂપિયા હતા. દરમિયાન આગામી પિલાણ સિઝન માટે સરકારે ટનદીઠ 150 રૂપિયા વધુ જાહેર કર્યા છે.