મિથિલેશ ચતુર્વેદીને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો જે પછી તેઓ તેમના વતન લખનઉ શિફ્ટ થયા હતા. જેથી તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે
બોલિવૂડમાંથી એક મોટા દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. લોકપ્રિય ફિલ્મ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, મિથિલેશ ચતુર્વેદીએ 3 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. અહેવાલો અનુસાર, મિથિલેશ ચતુર્વેદીને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો જે પછી તેઓ તેમના વતન લખનઉ શિફ્ટ થયા હતા. જેથી તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે.
- Advertisement -
ફિલ્મ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન
‘ક્રેઝી 4’ અને ‘કોઈ મિલ ગયા’ જએવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મિથિલેશ ચતુર્વેદીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમની સાથે કામ કરી ચૂકેલા ડિરેક્ટર જયદીપ સેને એક ન્યૂઝ વેબસાઇડને જણાવ્યું કે, મિથિલેશ ચતુર્વેદીને થોડા દિવસો પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. તેથી તેઓ સ્વસ્થ થવા માટે તેના વતન લખનઉ ગયા હતા. 3 ઓગસ્ટની રાત્રે તેમનું અવસાન થયું. જયદીપ સેને કહ્યું, ‘મિથિલેશ જી સાથે મારો ખૂબ જ ગાઢ સંબંધ હતો. મને તેની સાથે ‘કોઈ મિલ ગયા’ અને ‘ક્રેઝી 4’માં કામ કરવાનો લહાવો મળ્યો. ‘ક્રેઝી 4’ ડિરેક્ટર તરીકે મારી પહેલી ફિલ્મ હતી. જ્યારે તમે કોઈને આટલા નજીકથી જાણો છો ત્યારે દુઃખ થાય છે. તેમની સાથે કામ કર્યું છે. તેમની કુશળતા અને તેમની પ્રતિભાનો નજીકથી ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા સારા માણસો જ્યારે દુનિયા છોડીને જાય છે ત્યારે ઘણું દુઃખ થાય છે.
મિથિલેશ ચતુર્વેદીએ 1997માં ડેબ્યૂ કર્યું હતું
- Advertisement -
મિથિલેશ ચતુર્વેદીએ 1997માં ફિલ્મ ‘ભાઈ ભાઈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ‘સત્યા’, ‘તાલ’, ‘ફિઝા’, ‘રોડ’, ‘કોઈ મિલ ગયા’, ‘બંટી ઔર બબલી’, ‘ક્રિશ’ અને ‘ગાંધી માય ફાધર’ જેવી ઘણી ફિલ્મોનો ભાગ હતા. આ ફિલ્મોમાં ભજવવામાં આવેલા અલગ-અલગ પાત્રોને કારણે મિથિલેશ ચતુર્વેદીએ પોતાની અલગ ઓળખ બનાવી હતી. 2020માં તે વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં જોવા મળ્યો હતા. મિથિલેશ ચતુર્વેદી હાલમાં બંછડા નામની ફિલ્મમાં કામ કરી રહ્યા હતા.