રોડનું રિપેરીંગ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના અતિ પછાત એવા માળીયા મિંયાણાના નેશનલ હાઈવેથી જૂની મામલદાર ઓફીસ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ પરથી પસાર વાહનચાલકો રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. આ રસ્તા ઉપર જયારે વાહનો ચાલે છે ત્યારે જાણે કે વાહનો જાણે હમણાં પલટી મારી જાશે તેવા દ્રશ્યો સર્જાય છે. આ રસ્તા બાબતે માળીયાના જાગૃત નાગરિક દ્વારા ઉપવાસ અંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ રસ્તો રીપેર કરવાની લેખિત બાહેંધરી મામલતદાર દ્વારા આપવામાં આવી હતી. ગુજરાત સરકારના મંત્રી તેમજ મોરબીના ધારાસભ્ય દ્વારા સમયાંતરે પોતાની વાહવાહી કરાવવા માટે જાહેરાતો કરવામાં આવતી હોય છે તેમજ રાજ્યમંત્રી મેરજા માળીયા તાલુકાના વતની છે અને માળીયાની શાળામાં ભણેલા છે પરંતુ તેઓને માળીયા માટે જરા પણ લાગણી નથી કારણ કે મતનું રાજકારણ અહીં આવી જાય છે.
- Advertisement -
રાજ્ય સરકાર વવાણિયાથી માળીયા સુધી 104 કરોડ રૂપિયાના ખર્ચે રોડ કરવાની મંજુરી આપતી હોય તો આતો ત્રણ કિલોમીટરનો રોડ છે અને તેને પણ રીપેર કરવાનો છે તો આ રોડ રાજ્ય સરકાર શા માટે રીપેર નથી કરતી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત સરકાર લોકોને વધારે ઉપયોગી હોય અને જે રોડની ખુબ જ જરૂર હોય તેવા રોડ પ્રત્યે ઉદાસીન શા માટે હોય છે ? આવું થવાનું કારણ શું છે ? તેવા લોકો સવાલ કરી રહ્યા છે તેવું જણાવીને આ બાબતે મોરબીના રાજકીય અગ્રણી અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માળીયા શહેરથી નેશનલ હાઈવેને જોડતો રોડ તાત્કાલિક રીપેર કરીને લોકોને સુવિધા થાય તેવું કરવા માંગણી કરી છે અને જો આ રોડનું રીપેરીંગ કામ નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.