સિંગાપુર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચીનની 22 વર્ષીય ખેલાડીને હરાવી વર્ષનો ત્રીજો મેડલ જીત્યો
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી.સિંધુએ સિંગાપુર ઓપન બેડમિન્ટન સુપર-500 ટૂર્નામેન્ટનો ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેણે ફાઈનલમાં ચીનની 22 વર્ષીય વાંગ ઝી યીને હરાવીને આ કમાલ કરી છે. કમાલની વાત એ રહી કે આખી મેચમાં સિંધુએ પોતાની પક્કડ મજબૂત બનાવી રાખી હતી.
- Advertisement -
ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં પી.વી.સિંધુએ ચીની ખેલાડી પર દબાણ બનાવી રાખ્યું હતું. હૈદરાબાદની 27 વર્ષીય પી.વી.સિંધુએ સિંગાપુર ઓપનનો ખીતાબ જીત્યો છે. આ વર્ષે પી.વી.સિંધુએ એશિયાઈ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીની ખેલાડી વાંગ ઝી યી ઉપર 21-9, 11-21, 21-15થી જીત મેળવી સિંધુએ પોતાનો પહેલો સિંગાપુર ઓપનનો ખીતાબ જીત્યો છે. બે વખત કોમનવેલ્થ ગેમ્સની વિજેતા સિંધુએ 28 જૂલાઈથી બર્મિંઘમમાં શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના મેડલની પ્રબળ દાવેદારી નોંધાવી લીધી છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુનો આ વર્ષે ત્રીજો મેડલ છે.
It was like a rollercoaster of emotions, but managed to pulled through and win the championship! Thank you for all your support, it means so much to me.#SingaporeOpen2022 (1/2) pic.twitter.com/mc14nQhaTM
— Pvsindhu (@Pvsindhu1) July 18, 2022
- Advertisement -
આ પહેલાં તેણે ચાલું વર્ષે સૈયદ મોદી ઈન્ટરનેશનલ અને સ્વિસ ઓપનમાં બે સુપર-33 ખિતાબ પોતાના નામે કર્યા હતા. સિંગાપુર ઓપનનો ખિતાબ પોતાના નામે કરનારી સિંધુ માટે આ મુકાબલો થોડો પડકારજનક પણ રહ્યો હતો. વાંગ ઝી યી સાથે તેનો આ મુકાબલો ત્રણ સેટ સુધી ચાલ્યો હતો. મેચની શરૂઆત પી.વી.સિંધુએ જીત સાથે કરી હતી.
I congratulate @Pvsindhu1 on winning her first ever Singapore Open title. She has yet again demonstrated her exceptional sporting talent and achieved success. It is a proud moment for the country and will also give inspiration to upcoming players. https://t.co/VS8sSU7xdn
— Narendra Modi (@narendramodi) July 17, 2022
ત્યારબાદ બીજા સેટમાં તેણે 11-21થી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ અંતે ત્રીજા સેટમાં સિંધુએ પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતાં સેટ 21-15થી જીત્યો હતો.ઉલ્લેખનીય છે કે સિંધુએ ચીનની જે વાંગ ઝી યીને હરાવીને આ ખીતાબ જીત્યો છે તે એશિયન ચેમ્પિયનશિપની ચેમ્પિયન ખેલાડી છે. સિંધુની આ શાનદાર ઉપલબ્ધી બદલ વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોએ તેને અભિનંદન પાઠવ્યા હતા.