સીસીટીવી કંટ્રોલરૂમમાં જેણે પણ ખાડા જોયા તે બનશે ફરિયાદી!
ગત વર્ષથી કેમેરાનો ઉપયોગ ભરાયેલા પાણીની સ્થિતિ જોવા કરાતો હવે ફરિયાદી બનાવાશે
- Advertisement -
રાજકોટ શહેરમાં આઈ-વે પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 165 વિસ્તારમાં 950 કરતા વધુ સીસીટીવી કેમેરા લગાવેલા છે જેનો ઉપયોગ મનપાએ પાણી ભરાયા હોય તે વિસ્તારોની સ્થિતિ જોવા માટે કરવા ગત વર્ષે નિર્ણય લીધો હતો પણ હવે તેના મારફત ખાડાની ફરિયાદ કરવા નિર્ણય લેવાયો છે.
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના જણાવ્યા અનુસાર શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ભરાવાની તથા રસ્તાઓ ધોવાઈ જતાં ખાડા પડ્યા હતા. લોકોને પડતી આ મુશ્કેલી દૂર કરવા રાજકોટ આઈ-વે પ્રોજેક્ટનાં ઈંઈઈઈમાં 24ડ7 સીસીટીવીનું મોનિટરિંગ કરતા અધિકારીઓને તેઓના મોનિટરિંગ દરમિયાન કોઈપણ માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે અથવા તો તેને કારણે ખાડા જોવા મળે તો તેનો ફોટો પાડી તેઓ પોતે જ ફરિયાદી બની ફરિયાદ નોંધાવવા આદેશ કરાયો છે.
સીસીટીવીના ઉપયોગથી નોંધાવેલી ફરિયાદો મનપાની એપમાં મુકાશે અને જે તે વિસ્તારના જવાબદાર અધિકારોઓને ફોટો અને મેસેજ પણ મોકલાશે તેમજ ફરિયાદ જવાબદાર અધિકારીના મોબાઈલમાં ગ્રીવન્સ રિએડ્રેસલ સિસ્ટમ એપમાં પણ આવશે અને ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. આ સિસ્ટમથી 165 વિસ્તારમાં મોનિટરિંગ કરી 25 જગ્યાએ ખાડા શોધી નિવારણ કરાયાનો દાવો કરાયો છે.