દુનિયાભરમાં મંકીપોકસ વાયરસના કેસ વધી રહ્યા છે તે જોતાં ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. કારણ કે ભારતમાં પણ કેરળમાં મંકીપોકસ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હોવાની માહિતી મળી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઇન્સ અનુસાર વિદેશથી આવેલા લોકોએ ખાસ કાળજી રાખવી જરૂરી છે.
- Advertisement -
1) વિદેશથી આવેલ લોકોએ બીમાર લોકોનાં સંપર્કમાં આવવાનું ટાળવું
2) મૃત કે જીવંત જંગલી પ્રાણીનાં સંપર્કમાં આવવું નહીં
3) આ પ્રકારના સંપર્કમાં આવેલ લોકોથી બની શકે તો દૂર રહેવું
સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર સ્થિતિની સાવધાની પૂર્વક કાળજી લઈ રહી છે અને રાજ્યો સાથે મળીને સક્રિય પગલાં પણ લઈ રહી છે. આમાં સ્મોલપોકસ જેવા લક્ષણો જ જોવા મળે છે. આ WHO અનુસાર વાયરલ જુનોસિસ છે. એટલે કે તે પ્રાણીઓમાંથી મણસોમાં થનારો વાયરસ છે.
ભારતમાં મંકિપોક્સની એન્ટ્રી થઈ ચૂકી છે અને કેરળમાં યુએઈથી આવેલા એક શખ્સમાં મંકિપોક્સના લક્ષણો જોવા મળ્યાં છે. ત્યારે હવે આ વાયરસને લઈને ભારતના ચેપી રોગના નિષ્ણાંત ડોક્ટર ઈશ્વર ગિલાડાએ મહત્વની માહિતી જાહેર કરી છે. ડોક્ટર ગિલાડાએ કહ્યું કે MSMમાં 99 ટકા મંકિપોક્સના કેસ સજાતિય સંબંધોને કારણે છે જ્યારે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બીજા દેશોમાં 80 ટકા કેસ સજાતિય સંબંધોને કારણે નોંધાયા છે. તેમણે કહ્યું કે મંકિપોક્સ મુખ્યત્વે ગાઢ કે અતિશય ગાઢ સંપર્કોને કારણે ફેલાય છે.મંકીપોક્સ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ જેવો- ડોક્ટર ગિલાડા મંકીપોક્સ એ અન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપની જેમ જ છે. કોઈક રીતે ડબ્લ્યુએચઓ તેને જાહેર કરી રહ્યું નથી કારણ કે તે હાલમાં તેનાથી સંક્રમિત લોકો સામે એક પ્રકારનું કલંક/ભેદભાવનું કારણ બનશે.
- Advertisement -
Ministry of Health and Family Welfare releases guidelines for the management of Monkeypox disease
As per the ministry's guidelines, international passengers should avoid close contact with sick people, contact with dead or live wild animals and others. pic.twitter.com/44ndGll6J3
— ANI (@ANI) July 15, 2022
ઓરી-અછબડાની વેક્સિન કામ લાગી શકે
ડોક્ટર ગિલાડાએ કહ્યું કે હાલમાં મંકીપોક્સ માટે કોઈ સંપૂર્ણ સારવાર નથી. જ્યારે શીતળાની રસી ઉપયોગી થઈ શકે છે કારણ કે તે મંકીપોક્સને અટકાવી શકે છે અને મંકીપોક્સની સારવાર માટે ઉપચારાત્મક એજન્ટ તરીકે કાર્ય કરી શકે છે. આપણે કોઈપણ કલંક/ભેદભાવથી બચવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.
ભારતમાં મંકિપોક્સની એન્ટ્રી, કેરળમાં નોંધાયો પહેલો કેસ
ભારતમાં પણ મંકિપોક્સની એન્ટ્રી થઈ છે. કેરળમાં યુએઈથી આવેલા એક શખ્સમાં મંકિપોક્સના લક્ષણો જોવા મળ્યાં છે. દર્દીને હાલમાં કોલ્લમ જિલ્લાની હોસ્પિટલમાં આઈસોલેટ કરીને સારવાર કરાઈ રહી છે.
70 દેશોમાં ફેલાયો મંકિપોક્સ
WHOના જણાવ્યા અનુસાર મંકીપોક્સ પશુઓ મંકીપોક્સ પશુઓથી મનુષ્યોમાં ફેલાવવાળી સંક્રમિત બિમારી છે અને તેના લક્ષણ ચેચકના દર્દીઓ જેવા હોય છે. આ બીમારી મોટા ભાગે પશ્ચિમી અને મઘ્ય અમેરિકામાં જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી આ રોગ 70 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. આ દેશોમાં મંકીપોક્સના 10,400થી વધુ કંન્ફોર્મ કેસો સામે આવી ચુક્યા છે. ગત 12મી જુલાઈએ સામે આંક પ્રમાણે બ્રિટેનમાં માથી મંકીપોક્સના 1735 કેસોનું પુષ્ટિ કરવામાં આવ્યા છે.તો આ બાજુ સ્પેનમાં મંકીપોક્સના 2447 મામલઓ સામે આવી ચુક્યા છે.આ સાથે મંકીપોક્સના મામલામાં જર્મની, ફ્રાન્સ અને ગ્રીસ અને અન્ય યુરોપના કેટલાક દેશોનો સમાવેશ થાય છે
શું છે મંકીપોક્સના લક્ષણો
મોટા ભાગે આ રોગમાં તાવ, ચામડી પર દાણા, અને સોજા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીય વાર શરૂરમાં દુખાવો અને ચામડી પર ફોલ્લી જોવા મળે છએ. શરીર પર લાલ ચકામા પણ પડી જાય છે. મોટા ભાગના કેસોમાં દર્દી કોઈ પણ સારવાર વગર ઠીક થઈ જાય છે.
મંકીપોક્સ શું છે?
મંકીપોક્સ એક વાયરસ છે. જે સૌ પ્રથમ વાંદરાઓમાં જોવા મળ્યો હતો. 1970માં પહેલી વાર સાઉથ આફ્રિકામાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધી 70થી વધુ દેશોમાં વાયરસના 7 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.