જિલ્લા-તાલુકા અદાલતના પ્રિન્સીપાલ- જયુડિશ્યલ ઓફીસરને સૂચનાઓનું પાલન થાય તે જોવા તાકીદ
ન્યાયમૂર્તિઓની કામકાજના સમયમાં પુરી રીતે અદાલતખંડ-ડાયસ પર હાજરી
પાલન નહીં કરનાર સામે પગલાની ચેતવણી
- Advertisement -
ગુજરાતની નીચલી અદાલતોમાં ન્યાયમૂર્તિઓને કામકાજના દિવસોમાં પુરો સમય પાલન અંગે રીપોર્ટ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને તેમાં નિયમીત નહી રહેતા તથા સમય પાલનનું ચૂસ્ત રીતે પાલન નહી કરતા ન્યાયમૂર્તિઓ સામે આકરા પગલાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા આ અંગે સોમવારે જારી કરાયેલા ચાર વર્ષ પુર્વેના આ સકર્યુલર બાદમાં અદાલતોના કામકાજમાં ખાસ કરીને સમયપાલનમાં સુધારો નહી થતા હવે હાઈકોર્ટમાં અનિયમીત ન્યાયમૂર્તિઓ સામે એકશનની પણ ચેતવણી આપી છે. એક પરિપત્રમાં જણાવાયું છે કે એ વારંવાર જોવા મળ્યું છે કે અદાલતના કામકાજમાં સમયપાલન અને પુરો સમય ડાયસ (અદાલતખંડ) માં હાજર રહેવા માટે વારંવાર અપાયેલી સૂચનાનું પાલન કરવામાં આવતું નથી. અદાલતના કામકાજના સમયમાં કોર્ટરૂમમાં ન્યાયમૂર્તિઓએ હાજરી આપીને જે ન્યાયીક કામગીરી નિશ્ચિત થયેલી હોય તેનો સમયના ચુસ્ત પાલન સાથે પુર્ણ કરવું જરૂરી છે.
પરંતુ અગાઉની સુચના છતા આ પ્રકારના કામકાજમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ગુજરાત હાઈકોર્ટે આ માટે સિવિલ મેન્યુઅલના ચેપ્ટરનો પેરાગ્રાફ 2 (બી)ને ટાંકી આ સુચના આપી હતી.
- Advertisement -
હાઈકોર્ટે આ સાથે તમામ જિલ્લા અને તાલુકા અદાલતના પ્રિન્સીપાલ- જયુડીશ્યલ ઓફીસરને આ સૂચનાઓનું પાલન થાય તે જોવા જણાવાયું છે અને તેનું પાલન નહી કરતા ન્યાયમૂર્તિઓ અંગે રીપોર્ટ હાઈકોર્ટને આપવા પણ સૂચના આપી છે.