ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં કેટલાક દિવસો પહેલા કર્ણાટકમાં મુસ્લિમ છાત્રાઓએ હિજાબ પહેરવા સામે આંદોલન ચલાવ્યું હતું,જ્યારે મુસ્લિમ રાષ્ટ્ર ઇરાનમાં મહિલાઓએ હિજાબ ઉતારવા માટે રાષ્ટ્રપતિ સામે મોરચો ખોલ્યો છે. ઇરાનમાં હાલમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. તેનું કારણ છે હિજાબ કાનૂન. ઇરાનમાં કાયદા મુજબ કોઇપણ સંજોગોમાં પોતાના વાળને, ચહેરાને જાહેર સ્થળોએ ઢાંકીને રાખવા પડે છે.તેને આજકાલ દેશના યુવાનોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના યુવાનો હિજાબ કાનૂનને ઇસ્લામિક સમાજમાં નૈતિક ભ્રષ્ટાચારને સુનિયોજિત રીતે આગળ વધારવાનું માધ્યમ ગણે છે. વિરોધ પ્રદર્શનને લઇને ઓથોરિટીએએકશન લેવાનું શરુ કરી દીધું છે. ઇરાનના સુરક્ષા દળે પૂરા દેશમાં પેટ્રોલીંગ કરી રહયા છે. અને મહિલાઓને ડ્રેસ કોડનું પાલન કરવાનું કહી રહ્યા છે. જ્યારે સામે પક્ષે મોટા પ્રમાણમાં ડ્રેસ કોડ સામે દેખાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 1979માં જ્યારે ઇરાનમાં ક્રાંતિ થઇ ત્યારથી મહિલાઓ માટે હિજાબના કાનૂન લાગુ કરાયા હતા.