સચિન પાયલોટને હિમાચલ પ્રદેશના ચૂંટણી નિરીક્ષક બનાવાયા, આ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી હોય કોંગ્રેસ એક્શનમાં આવ્યું
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટી.એસ. સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
સચિન પાયલટની સાથે પંજાબના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાને પણ હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને ગુજરાતમાં વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે વરિષ્ઠ નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. બંને રાજ્યોમાં પાર્ટી સત્તાથી બહાર છે. આવી સ્થિતિમાં અશોક ગેહલોત અને બઘેલ બંને પાસે મહત્વની જવાબદારી રહેશે.



