જૂનાગઢ શહેરમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝાની ઉજવણી ક2વામાં આવી હતી. આ તકે શહેરની જુમ્મા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી નમાઝ અદા કરી હતી. સાથે શહેરની તમામ મસ્જિદોમાં પણ સવારમાં ઇદ ઉલ અઝાની નમાઝ અદા કરી ખુદાની બંદગી કરવા સાથે દેશમાં અમન જળવાઇ રહે તેવી દુઆ કરી હતી.બાદમાં એકબીજાને ઇદ મુબારક પાઠવાઇ હતી, ખાસ કરીને જુમ્મા મસ્જિદે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી વગેરેએ ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને ઇદ ઉલ અઝાની મુબારક પાઠવી હતી.જ્યારે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થઇ શકે તે માટે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
જૂનાગઢમાં ઇદ ઉલ અઝાની ઉજવણી કરાઇ
You Might Also Like
Follow US
Find US on Social Medias