ચોમાસાના પ્રથમ માસમાં ગત વર્ષથી 33 ટકા વાવેતર ઓછું
કૂલ વાવેતરના 50 ટકા કપાસ, 33 ટકા મગફળીનું વાવેતર કરાયું, યાર્ડમાં પ્રતિ મણ કપાસમાં 300 સુધી ઘટાડો, મગફળી સ્થિર
- Advertisement -
રાજ્યમાં હજુ 56 લાખ હેક્ટરમાં વાવણી બાકી, ગત વર્ષથી 10.23 લાખ હેક્ટરમાં વાવણી ઓછી થઈ
સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતમાં મગફળીનું 93 હજાર,કપાસનું 1.38 લાખ હેક્ટરમાં વાવેતર, અન્ય કઠોળ,ધાન્યમાં હજુ સુસ્તી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના કૃષિ વિભાગે આજે જારી કરેલી વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં 23 લાખ હેક્ટર સહિત રાજ્યમાં 30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં એક માસમાં વાવેતર થયું છે. રાજ્યમાં હજુ 35 ટકા વાવણી થઈ છે અને તેમાં મુખ્યત્વે મગફળી અને કપાસનું અને તે પણ મુખ્યત્વે રાજ્યના 33 પૈકી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વાવેતર થયું છે.
એકમાત્ર કપાસનું વાવેતર ગત વર્ષના જેટલું થઈ રહ્યું છે જ્યારે મગફળી સહિત અન્ય તમામ પાકોનું વાવેતર ગત વર્ષ કરતા ઓછુ છે. ગત વર્ષે 4 જૂન સુધીમાં રાજ્યમાં કૂલ 40.53 લાખ હે.માં વાવેતર થઈ ગયું હતું, આ વર્ષે તેની સામે 30.20 લાખ હેક્ટરમાં એટલે કે 10.23 લાખ હેક્ટરમાં વાવેતર ઓછું છે. આમ, મોટાભાગના ખેડૂતો હજુ ઉતાવળ કરવાના મુડમાં નથી.મગફળીનું વાવેતર પણ ગત વર્ષથી 35-40 ટકા ઓછુ થઈ રહ્યું છે.
- Advertisement -
કૂલ વાવેતરના 50 ટકાથી વધુ, 15.57 લાખ હેક્ટરમાં માત્ર કપાસનું વાવેતર થયું છે. ગત ઉનાળામાં કપાસના ભાવ માર્કેટ યાર્ડમાં ઐતહાસિક ઉંચાઈએ પ્રતિ મણના રૂમ.2800ને પાર થયા હતા. જેના પગલે ખેડૂતો કપાસ તરફ વધુ વળ્યાનું જણાય છે. જો કે, હાલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બે સપ્તાહથી આંશિક ઘટાડાનું વલણ છે અને ગત 22 જૂન સુધી પ્રતિ મણના રૂમ.2500ને પાર રહેલા ભાવ ક્રમશ: ઘટીને આજે રૂમ.2212ના ભાવે સોદા થયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 33 ટકા જમીનમાં (10.14 લાખ હે.)માં મગફળીનું વાવેતર થયું છે, જે ગત વર્ષે 14.50 લાખ હેક્ટરથી વધુ જમીનમાં થઈ ગયું હતું. માર્કેટ યાર્ડમાં હાલ મગફળીના ભાવ 1000થી 1300 વચ્ચે સ્થિર છે.