મોરબીમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અર્પણ સમારોહ
ખાસ-ખબર સંવાદદાતા
બાળકો નાની ઉંમરથી સ્વચ્છતાનું મહત્વ સમજે અને તેની શરૂઆત શાળાથી જ થાય સાથે સાથે સ્પર્ધાની ભાવના થકી શાળામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં ’મારી શાળા મારુ તીર્થ, મારી શાળા સ્વચ્છ શાળા’ ની ઉદાત્ત સમજ કેળવાય એ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દર વર્ષે શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર આપવામાં આવે છે જેમાં શરૂઆતના તબક્કે સમગ્ર રાજ્યની શાળાઓની સાથે મોરબી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા મળીને 826 શાળાઓએ પોતાની શાળાની સ્વચ્છતા અંગેનું સ્વ મૂલ્યાંકન કરી ઓનલાઈન વિગતો અપલોડ કરીને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે નામાંકન કર્યું હતું.
- Advertisement -
ઓનલાઈન ડેટાના આધારે સૌથી વધુ ગુણાંક ધરાવતી શાળાઓની 26 જેટલા બાહ્ય મૂલ્યાંકનકારો દ્વારા સ્થળ તપાસ કરીને 90 થી 100 ની વચ્ચે ગુણાંક મેળવેલ કુલ 36 શાળાઓની પસંદગી કરવામાં આવી હતી જે પૈકી ટોયલેટ સફાઈ, હેન્ડવોશ સફાઈ, બીહેવીયર ચેન્જ, કોવિડ-19 ઓપરેશન મેઈન્ટેનન્સ, વોટર સફાઈ એવી રીતે ઓલ ઓવર કેટેગરીમાં ગ્રામ્ય કક્ષાની શાળાઓ અને શહેરી વિસ્તારની શાળાઓને અલગ અલગ ક્રમાંક આપીને ધનરાશિના ચેક અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં શહેરી કક્ષાએ હળવદની શાળા નંબર 4 ને મેઈન અને સબ કેટેગરી મળી કુલ પાંચ કેટેગરીમાં સ્થાન મળતા કુલ રૂ. 43000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને આ શાળાએ એકસાથે પાંચ કેટેગરીમાં સ્થાન મેળવીને ડંકો વગાડ્યો હતો.