પેટ્રોલ પર 6 રૂપિયા અને પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર જેટલો એક્સાઈજ ડયુટીમાં વધારો કર્યો છે. ત્યાં જ ATF ના એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લિટર સેન્ટ્રલ એક્સપોર્ટ એક્સાઈજ ડયુટી વધારી છે.
- Advertisement -
કેન્દ્ર સરકારે ATF અને પેટ્રોલ ડીઝલના એક્સપોર્ટ પર એક્સાઈજ ડયુટી વધારવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ પર 6 રૂપિયા અને પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર જેટલો એક્સાઈજ ડયુટીમાં વધારો કર્યો છે. ત્યાં જ ATF ના એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લિટર સેન્ટ્રલ એક્સપોર્ટ એક્સાઈજ ડયુટી વધારી છે.
સરકારે પેટ્રોલ અને એટીએફના એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લિટરની એક્સાઈજ ડયુટીમાં વધારો કર્યો છે. ત્યાં જ ડીઝલના એક્સપોર્ટ પર 13 રૂપિયા એક્સાઈજ ડયુટી લગાવવામાં આવી છે. વિત્ત મંત્રાલય તરફથી આ વાતની જાહેરાત કરવામાં આવી છે. એ સિવાય સરકારે ડોમેસ્ટિક લેવલ પર પુનઃ ઉત્પાદિક કાચા તેલ પર 23,250 રૂપિયા પ્રતિ ટનનું ટેક્સ લગાવ્યું છે. સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધ્યા બાદ ઓયલ પ્રોડ્યુસર્સનવ થનાર અતિરેક્ત ફાયદા પર રોક લગાવવા માટે ડોમેસ્ટિક લેવલ પર પુનઃ ઉત્પાદિક કાચા તેલ પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો ટેક્સ લગાવવાનો મોટો નિર્ણય કર્યો છે.
- Advertisement -
જો કે સામાન્ય માણસ પર આ એક્સાઈજ ડયુટીનો સીધો કોઈ જ અસર નહીં થાય પણ આખા દેશમાં ઓઇલ સંકટ ન થાય એ માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે. આ ઓઇલ કંપનીઓ ડોમેસ્ટિક લેવલ પર કાચું તેલ ઇમ્પોર્ટ કરીને તેને રિફાઇન કરી વિદેશી બજારમાં એક્સપોર્ટ કરી રહી હતી, જેના કારણે રિફાઇન ઓઇલનું એકપોર્ટ ઘણા પ્રમાણમાં વધી ગયું હતું અને એ ઘટાડવા માટે અને દેશને તેલ સંકટથી બચાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે. પેટ્રોલ- ડીઝલના એક્સપોર્ટ પર એક્સાઈજ ડયુટી વધવા પર સામાન્ય માણસના ખિસ્સા પર કોઈ અસર નહી પડે પણ વધુ પડતાં એકપોર્ટ પર રોક જરૂરથી લાગશે. જોકે આ વધુ પડતાં એક્સપોર્ટને કારણે દેશના અનેક જિલ્લામાં તેલ સંકટ જોવા મળી રહ્યું હતું પણ હવે એકપોર્ટ મોંઘું થવા પર આ સંકટને રોકી શકાય છે.
જો કે આ એક્સાઈજ ડયુટી સામાન્ય એક્સાઈજ ડયુટી નથી અને તેનો અસર પેટ્રોલ- ડીઝલની કિંમત પર નહી પડે. એકપોર્ટ ઓછું થવા પર કંપનીના નફામાં ઘણો ઘટાડો થશે. આ નિર્ણયને કારણે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઘણી ગિરાવટ જોવા મળી રહી છે.