ભાજપ લીગલ સેલના સહસંયોજક પદે અનિલ દેસાઈની નિમણૂક થતા વકીલોમાં ઉત્સાહ
ગુજરાત ભાજપ પ્રદેશ લીગલ સેલના સહસંયોજક પદે અનિલભાઈ દેસાઈની નિમણૂંક થતા રેવેન્યુ પ્રેક્ટીશનર્સ એસોસિએશન દ્વારા આવતીકાલે અભિવાદન કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને પ્રમુખ દિલીપ મીઠાણી, ઉપપ્રમુખ એન.જે.પટેલ તથા અન્ય એડવોકેટ હિતેશ મહેતા અને રાકેશ ગૌસ્વામીએ ખાસ ખબર કાર્યાલયની મુલાકાત લઈ કાર્યક્રમની માહિતી આપી હતી.
- Advertisement -
કાલે સાંજે 7.30 કલાકે કાર્યક્રમમાં રેવેન્યુ વકીલોને જોડાવવા એસો.ની અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક પદે રાજકોટ-સૌરાષ્ટ્રના નામાંકિત સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈની નિમણુંક થતા વકીલ આલમમાં ઉત્સાહ છવાયો છે. જેને લઈને રાજકોટ રેવેન્યુ પ્રેક્ટીશનર્સ એસોસિએશન તા. 17 જૂલાઈને શુક્રવારના રોજ ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાશે. તા. 28-6-2022 ના રોજ રેવન્યુ પ્રેકટીશનર્સ એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ જે. મીઠાણી એડવોકેટ તથા ઉપપ્રમુખ એન. જે. પટેલ એડવોકેટના અધ્યક્ષ સ્થાને રેવેન્યુ પ્રેકટીશનર્સ એસોસિએશનના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની એક મિટીંગ મળી હતી. જે મિટીંગમાં અનિલભાઈ દેસાઈની ’ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ’ ના સહસંયોજક તરીકે નિમણુંક ક2વામાં આવેલી છે તે નિમણુંક ન લઈને તેમના અભિવાદનનો કાર્યક્રમ રાખવાનો પ્રસ્તાવ પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા ક2વામાં આવતા તમામ હોદ્દેદારો તથા સભ્યોએ તેમના પ્રસ્તાવને અતિ ઉત્સાહથી વધાવતા અભિવાદનનો કાર્યક્રમ તા. 1-7-2022 શુક્રવા2ના રોજ સાંજે 7-30 કલાકે “ધ ગ્રાન્ડ ઠાકર’ જયુબિલી સામે રાખવાનું નકકી કર્યું છે
કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રમુખ તથા ઉપપ્રમુખના આદેશને ઘ્યાને લઈ તમામ એડવોકેટ મિત્રો જી. એલ. રામાણી, કિશોરભાઈ સખીયા, હિતેશ જી. મહેતા, દિલેશ જે. શાહ, કેતન ગોસલીયા, રાકેશ ગૌસ્વામી, આર. ડી. ઝાલા, ભાવેશ રંગાણી, કેતન મંડ, અશ્વિન સેખલીયા, નીલેશ પટેલ, મહેશભાઈ સખીયા વિગેરે તમામ વકીલ મિત્રોએ પોતપોતાની જવાબદારી લઈ માનનીય સિનિય2 ધારાશાસ્ત્રી અનીલભાઈ દેસાઈના અભિવાદનના કાર્યક્રમને ઉત્સાહપૂર્વક એકદમ સરસ રીતે એકબીજાનો સહકાર મેળવીને સફળ બનાવવા માટે મહેનત ચાલુ કરેલ છે. આ કાર્યક્રમમાં રેવન્યુ પ્રેકટીસ ક2તા તમામ એડવોકેટ મિત્રોને પધારવા માટે રેવન્યુ પ્રેકટીશનર્સ એસોસિએશન દ્વારા અપીલ ક2વામાં આવી છે.

અનિલ દેસાઈનો ટૂંકો પરિચય
અનિલભાઈ દેસાઈની જો વાત કરીએ તો રાજકોટની એ.એમ. પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટના 1984થી રાજકોટના સિનિયર એડવોકેટ અને પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર મનુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વકીલાતના વ્યવસાયમાં જોડાયા હતા.



