સિવિલમાં ICU ઓન વ્હીલ્સની માંગ: તા. 5થી 18 વંદે ગુજરાત યાત્રાનો પ્રારંભ
આજે સાંજે કલેકટર સહિતના અધિકારીઓ EVM વેરહાઉસની મુલાકાતે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ ઓન વ્હીલ્સની અછત જોવા મળી રહી છે ત્યારે દર્દીઓને પૂરતી સારવાર આઈસીયુ ઓન વ્હીલ્સમાં મળી રહે તે માટે વધુ એક આઈસીયુ ઓન વ્હીલ્સની માગણી કરવામાં આવી છે ત્યારે આ માંગ પૂરી કરવા વહિવટી તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે તેવું આજરોજ કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું, તથા વધુમાં આગામી સમયમાં ઈમિટેશન જ્વેલરી પાર્ક બનશે તથા ક્ધટેનર ડેપો માટે મકનસર, હપ્તેશ્ર્વર અને રાજકોટ આ ત્રણ સ્થળમાંથી કોઈ એક સ્થળની પસંદગી કરવામાં આવનાર છે.
વધુમાં કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ પી.એમ. ગતિશીલ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લા વહિવટી તંત્રએ માસ્ટર પ્લાન પોર્ટલમાં રાજકોટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજકોટમાં ચાલી રહેલા મહત્ત્વના પ્રોજેક્ટસને વધુ ગતિ આપવા માટે એક દિશા મળશે. આ યોજના અંતર્ગત ચોક્કસ સમય દરમિયાન મહત્ત્વના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવનાર છે. આ યોજના અંતર્ગત ચારસો લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે તથા મહત્ત્વના પ્રોજેક્ટમાં એઈમ્સ, હિરાસર એરપોર્ટ, ગોંડલ સિક્સલેન આમ આ મહત્ત્વના પ્રોજેક્ટ વધુ ઝડપી બનાવવામાં આવનાર છે. ટાર્ગેટ મુજબ આ કાર્ય પૂર્ણ કરાશે.
AIMSમાં ડિસેમ્બરથી IPD
- Advertisement -
રાજકોટને એઈમ્સની ભેટ મળી છે ત્યારે ત્યાં ઓ.પી.ડી. શરૂ થઈ ચૂક્યુ અને ડિસેમ્બર મહિનાથી આઈપીડી શરૂ થશે. આ ઉપરાંત આવતાં બે મહિનામાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનું શિફટીંગ કરવામાં આવશે.
આ તકે વધુમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારના શાસનને 20 વર્ષ પૂર્ણ થતાં તા. 5થી 18 દરમિયાન વંદે ગુજરાત યાત્રા યોજાશે. જેમાં રાજકોટ સહિત પાંચ મહાનગરપાલિકાના અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ પી.એમ.ના હસ્તે કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ ખાતે સ્પોર્ટ્સ હોસ્ટેલ અને સાયન્સ સીટીનું લોકાર્પણ કરવામાં આવશે જેના વર્ચ્યુઅલ લોકાર્પણ માટે પી.એમ. મોદી ટૂંક સમયમાં ગાંધીનગર આવે તેવી શક્યતાઓ છે. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, ચૂંટણીની તૈયારીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે ત્યારે આજે સાંજે કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમ વેર હાઉસની મુલાકાત કરશે તેમજ ઈવીએમ મશીનની ચકાસણી કરવામાં આવશે. ચૂંટણીને અનુલક્ષીને અધિકારીઓ અને કર્મચારીઓના ટ્રેનિંગના આયોજનો ઘડાઈ ચૂક્યા છે.