ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મહત્વની બેઠક. DGP સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર.
- Advertisement -
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. સાથે પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યુ પણ લગાવી દીધો છે. એવામાં હવે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ રહી છે. જેમાં DGP સહિતના અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે.
હર્ષ સંઘવીના નિવાસસ્થાને જે મહત્વની બેઠક યોજાઇ જેમાં DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા અંગે મહત્વની ચર્ચા કરાશે. રાજ્યના તમામ જિલ્લાના SP પણ બેઠકમાં સામેલ થયા. તમામ SP વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં સામેલ થયા છે.
તમને જણાવી દઇએ કે, રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યૂ લગાવ્યો છે, તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરી દીધી છે. તથા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેંકના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે.
- Advertisement -
MHA has directed the National Investigation Agency (NIA) to take over the investigation of the brutal murder of Kanhaiya Lal Teli committed at Udaipur, Rajasthan yesterday. The involvement of any organisation and international links will be thoroughly investigated: HMO India pic.twitter.com/ZWxTa01rMC
— ANI (@ANI) June 29, 2022
ગૃહમંત્રાલયે NIAને આપ્યા આદેશ
ઉદયપુર મામલામાં ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આદેશ આપ્યા છે કે, તે આ કેસની તપાસ પોતાના હાથમાં લે. ગૃહમંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવાયુ છે કે, આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
ઉચ્ચ સ્તરિય બેઠક કરશે સીએમ અશોક ગેહલોત
ઉદયપુરની ઘટના બાદ રાજસ્થાનમાં એલર્ટ છે. આ તમામની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજધાની જયપુર પહોંચ્યા છે. તે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરિય સમીક્ષા બેઠક કરશે. તેમણે ઉદયપુરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તથા હુમલો કરનારા લોકોના નેટવર્કની તપાસ કરવા માટે SITની ટીમ બનાવીને જયપુર મોકલી છે.
I strongly condemn the Udaipur incident… We hope the Rajasthan govt takes strict action. Had the police been more alert, this wouldn't have happened… Radicalisation is spreading… Nupur Sharma should be arrested; mere suspension was not enough: AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/t8WCPZjoX0
— ANI (@ANI) June 29, 2022
કટ્ટરપંથને કંટ્રોલ કરવાની જરૂર, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી: ઓવૈસી
રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ સાહૂની હત્યાના મુદ્દા પર AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે કહ્યું હતું કે, દરેક હિંસાની ટિકા થવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, કટ્ટરપંથીઓને કાબૂમાં કરવાની જરૂર છે. હૈદરાબાદથી સાંસદે કહ્યું કે, હું એ ગરીબ દરજી સાથે ઉદયપુરમાં જે થયું તેની નિંદા કરુ છું. પણ સાથે જ રાજસ્થાનમાં થોડા વર્ષો પહેલા જયપુરમાં જે થયું તેની પણ નિંદા કરવી જોઈએ. કટ્ટરતાને કંટ્રોલ કરવાની જરૂર છે. એટલા માટે મેં માગ કરી છે કે, આપણા દેશમાં થઈ રહેલી કટ્ટરતા પર નજર રાખવા માટે ગૃહમંત્રાલયમાં એન્ટી રેડિકલાઈજેશન સેલ દરેક ધર્મ માટે હોવા જોઈએ નહીં કે ફક્ત એક વિશેષ ધર્મ માટે.
આ ઘટનાની નિંદા કરવી જોઈએ: ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે, ‘કોઈ પણ પ્રકારના કિન્તુ, પરંતુ વગર આ ઘટનાની નિંદા કરવી જોઈએ. કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવા અને આવી રીતે બકવાસ કરવાનો અધિકાર નથી.’ પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઉદયપુર શહેરના ધાનમંડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ, જ્યારે બેથી ત્રણ લોકોએ મળીને એક યુવકની ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. ધોળા દિવસે થયેલા આ હત્યા બાદ ધનમંડી અને ઘંટાઘર પોલીસ સ્ટેશન પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.