ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં સરગવાડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી તથા વોર્ડ નં. 1 ના કોર્પોરેટર નટુભાઇ પટોળીયા, અશોકભાઇ ચાવડા, ખીમભાઇ મોકરિયા અને નિલેશભાઇ પીઠિયા તથા ગ્રામ્ય આગેવાનો કૂલભાઇ ધબ્બા,મુળુભાઇ ભારાઇ, જગદીશભાઇ વધેરા, હરસુખભાઇ ઠુંમર, બાબુભાઇ કાપડિયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. ધારાસભ્ય ભીખાભાઇ જોષી દ્વારા શાળામાં નવનિર્મિત લાયબ્રેરી ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જૂનાગઢની સરકાર શાળાઓ પૈકી સરગવાડા પ્રાથમિક શાળા શહેરની એક માત્ર શાળા બની છે કે જ્યાં બાળકોને વાંચવા માટેનું અલાયદું, સમૃદ્ધ અને સગવડતા યુકત પુસ્તકાલય હોય. શાળાનાં પુસ્તકાલય બાળકોને ઉત્તમ વાચક બનવા માટે અને ગામના યુવા ભાઇ- બહેનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અને ગ્રામજનોની વાંચન શોખ સંતોષવા માટેનું એક ઉત્તમ સ્થાન બની રહેશે.
જૂનાગઢમાં એક માત્ર સરગવાડા પ્રા.શાળામાં અલાયદું પુસ્તકાલય
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/06/saragwala-pustakalaya.jpg)