રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના શાસનકાળના છેલ્લા પ્રવાસના રૂપે આજે વૃંદાવન પહોંચ્યા છે. જ્યાં તેમના સ્વાગતમાં પ્રદંશના મુખ્યમંત્રી યોગી આધિત્યનાથ અને રાજયપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. પોતાના કાર્યક્રમ હેઠળ સૌથી પહેલા રાષ્ટ્રપતિ શ્રી બાંકે બિહારીજીના દર્શન કરવા પહોંચ્યા, ત્યાર પછી કૃષ્ણા કુટિર આશ્રય સદન જશે. જ્યાં તેઓ વિધવા તેમજ બેસહારા મહિલાઓની સાથે મુલાકાત કરશે. ત્યાર પછી લગભગ 12 વાગ્યે દિલ્હી પરત ફરશે. રાષ્ટ્રપતિના પ્રવાસને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સાથે જ શ્રી બાંકે બિહારી મંદિરમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કૃષ્ણા કુટિર આશ્રય સદનમાં રાષ્ટ્રપતિ નિરાશ્રિત મહિલાઓ સાથે મુલાકાત કરશે. આશ્રય સદનમાં રહેનારી નિરાશ્રિત મહિલાઓમાં રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને લઇને ઉત્સાહમાં છે. રાષ્ટ્રપતિ અહિંયા લગભગ 140 મહિલાઓ સાથએ વાતચીત કરશે. તેમની સાથએ જ રાષઅટ્રપતિ આત્મનિર્ભર યોજના હેઠળ બનાવવામાં આવેલા હસ્તનિર્મિત ઉત્પાદકોનું અવલોકન પણ કરશે.
- Advertisement -
રાષ્ટ્રપતિના આગમનને લઇને રોડના ટ્રાફિકને ડાયવર્ડ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે 1350 પોલીસ ખડે પગે છે, તેમાં પીએસીના જવાનોનો પણ સમાવેશ થાય છે. જયારે વાંદરાના આંતકને રોકવા માટે લંગુરોને રાખ્યા છે.