વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ આજે વિવિધ પાર્ટીના દિગ્ગજનેતાઓની હાજરીમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાનું નામાંકન કરાવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, NCP લીડર શરદ પવાર, અખિલેશ યાદવ સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આવતા મહિને યોજનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અમુક સામાન્ય જનતાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમાં મુંબઈના એક સ્લમ નિવાસી, RJD પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવનું નામેરી વ્યક્તિ, તમિલનાડૂના એક સામાજિક કાર્યકર્તા, દિલ્હીના એક પ્રોફેસર વગેરે સામેલ છે. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આજે ઉમેદવારી નોંધાવી છે. દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓની હાજરીમાં પોતાનું નામાંકન ભર્યું હતું.
- Advertisement -
Opposition's Presidential polls candidate Yashwant Sinha to file his nomination shortly at the Parliament in Delhi
Congress leader Rahul Gandhi, NCP chief Sharad Pawar, SP chief Akhilesh Yadav, NC chief Farooq Abdullah and others present with him pic.twitter.com/JVEDykbVgt
— ANI (@ANI) June 27, 2022
- Advertisement -
સિન્હા તરફથી દાવો કરવામાં આવ્યો છે. તેમને અન્ય દળોનું પણ સમર્થન મળશે. યશવંત સિન્હાના નામાંકનમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને તેલંગણાના મંત્રી કેટી રામારાવ, સાંસદ નામા નાગેશ્વર રાવ, રંજીત રેડ્ડી, સુરેશ રેડ્ડી, બીબી પાટિલ, વેંકટેશ નેતા અને પ્રભાકર રેડ્ડી પણ ભાગ લેશે.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મુર્મૂ અને સિન્હા ઉપરાંત અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 અન્યએ પણ રાજ્યસભા મહાસચિવ અને ચૂંટણી માટે ચૂંટણી અધિકારી પીસી મોદી સમક્ષ પોતાનું નામાંકન દાખલ કર્યું છે. તેમાં મુંબઈના મુલુંડ ઉપનગર માં અમર નગર સ્લમ વિસ્તારમાં આવતા સંજય સાવજી દેશપાંડેએ નવ જૂનના રોજ ચૂંટણીની જાહેરાતના થોડા દિવસમાં જ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બિહારના સારણમાં રહેતા લાલૂ પ્રસાદ યાદવ, તમિલનાડૂના નમક્કલ જિલ્લાના એક સામાજિક કાર્યકર્તા ટી.રમેશ અને દિલ્હીના તિમારપુરના પ્રોફેસર દયાશંકર અગ્રવાલ એ લોકોમાં સામેલ છે. જેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે અને લોકોનું ધ્યાનાકર્ષિત કર્યું છે.
Opposition's Presidential polls candidate Yashwant Sinha files his nomination at the Parliament in Delhi pic.twitter.com/2BGztPZwmB
— ANI (@ANI) June 27, 2022
28 જૂનથી અભિયાનની શરૂઆત કરશે યશવંત સિન્હા
નામાંકન પહેલા યશવંત સિન્હાએ રવિવારે જણાવ્યું હતું કે, જો તેઓ રાષ્ટ્રપતિ માટે ચૂંટાઈ આવશે તો, તે રાજકીય વિરોધીઓને ટાર્ગેટ બનાવતી સરકારી એજન્સીઓને દુરુપયોગ તાત્કાલિક ખતમ કરશે. સાથે જ એ નક્કી કરશે કે ન્યાય અને નિષ્પક્ષતા બની રહી. તેમણે એવું કહ્યું કે, 28 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેમનું અભિયાન તમિલનાડૂના ચેન્નાઈથી શરૂ થશે તેવી સંભાવના છે. તે પહેલા દક્ષિણના રાજ્યોમાં સમર્થન માગશે, ત્યાર બાદ ઉત્તરના રાજ્યોમાં આવશે.
24 જૂને એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મીએ ભર્યું હતું નામાંકન
એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ગુરૂવારે નામાંકન દાખલ કર્યું હતું. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન એનડીએની એકજૂટતા નજરે પડી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. દ્રૌપદી મુર્મૂના નામાંકનમાં પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક રહ્યા છે.