દર વર્ષે Income Tax ભરવો પડે છે. જો વાર્ષિક આવક 2.5 લાખથી વધુ છે. તો તમારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. જો કે હાલમાં ટેક્સ ભરવા માટે બે સ્લેબ છે. જો તમે જૂના સ્લેબ પ્રમાણે ટેક્સ ભરો છો તો અલગ ટકાવારી પ્રમાણે ટેક્સ ભરવો પડશે. ત્યાં જ જો તમે નવા સ્લેબ મુજબ ટેક્સ ચૂકવો છો, તો પછી અલગ ટકાવારી અનુસાર ટેક્સ ચૂકવવો પડશે. ઘણા લોકો ટેક્સ ભરવા માટે એજન્ટોનો સહારો પણ લે છે.
- Advertisement -
એજન્ટને આપવા પડે છે રૂપિયા
લોકોને કર ચૂકવવા માટે ખૂબ જ ઝંઝટ કરવી પડે છે. ઘણા લોકો એવા છે જેઓ પોતાની જાતે ટેક્સ ભરવામાં અસમર્થ છે. આવા લોકો દર વર્ષે ટેક્સ ભરતા એજન્ટની મદદ લે છે, જે ટેક્સ ભરવા માટે હજાર બે હજાર રૂપિયા પણ લે છે. જો કે, જો તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને જાતે ITR ફાઇલ કરો છો, તો આ ખર્ચ કરવાની જરૂર નહીં પડે.
આવકવેરા વિભાગે ઓનલાઈન ટેક્સ ભરવા માટે પણ કેટલાક સ્ટેપ્સ આપ્યા છે. આને અપનાવીને તમે પણ સરળતાથી ઈન્કમટેક્સ ઓનલાઈન ફાઈલ કરી શકો છો અને તમે એજન્ટને આપવા પડતા નાણાં બચાવી શકો છો.
આ રીતે ભરો ઓનલાઈન ઈનકમ ટેક્સ રિટર્ન
- Advertisement -
– સૌથી પહેલા www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
– પોતાના PAN નંબરનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
– ‘ડાઉનલોડ્સ’ પર જાઓ અને સંબંધિત વર્ષ હેઠળ ITR-1 રીટર્ન પ્રિપેરેશન સોફ્ટવેર પસંદ કરો. તે એક્સેલ તરીકે ડાઉનલોડ થશે.
– એક્સેલ શીટ ખોલો અને ફોર્મ-16 થી સંબંધિત વિગતો ભરો.
– બધી વિગતોની ગણતરી કરો અને શીટ સેવ કરી લો
– ‘સબમિટ રિટર્ન’ પર જાઓ અને સેવ કરેલી એક્સેલ શીટ અપલોડ કરો.
– હવે તમને ડિજિટલ હસ્તાક્ષર અપલોડ કરવા માટે કહેવામાં આવશે. તમે આ સ્ટેપને સ્કિપ પણ કરી શકો છો.
– Successful e-filing Submissionનો મેસેજ તમારી સ્ક્રીન પર દેખાશે.
– આઈટીઆર ફોર્મ તમારા રજીસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે.
આઈટીઆર વેરિફિકેશન કઈ રીતે ડાઉનલોડ કરશો?
ઈનકમ ટેક્સ ઈન્ડિયાની વેબસાઈટ પર લોગઈન કરો.
‘View Returns/ Forms’ પર ક્લિક કરો અને પોતાનું ઈ-ફાઈલ આઈટીઆર જુઓ.