ભારત સરકાર જમ્મૂ-કાશ્મીરને લઇને પાકિસ્તાનને મોટો ઝટકો આપશે. પાકિસ્તાન સતત જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ ખરાબ હોવાની વાતનો દાવો કરે છે. જયારે ભારત સરકાર જમ્મૂ-કાશ્મીરમાં વિકાસની રફતારને વધારતા ઘાટીમાં આતંકવાદીઓનો સફાયો બોલાવ્યો છે.
- Advertisement -
જેથી ભારત સરકાર જમ્મૂ-કાશ્મીરને લઇને એક મોટું પગલું લેવા જઇ રહી છે, દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાના પ્રભાવશાળી સમૂહ જી-20નું શિખર સંમેલ્લન આવતા વર્ષ 2023માં જમ્મૂ-કાશ્મીરમાં કરવાની વિચારણા કરી રહી છે. આ સંમેલ્લન એક રીતે જમ્મૂ-કાશ્મીરના મુદા પર ભારતના પક્ષને મજબૂત કરવા માટે, તેમજ પાકિસ્તાનના બધા દાવાઓને ખોટા પાડવા માટે સીધો રસ્તો છે.
આ સંમેલ્લનમાં ચીન, અમેરિકા, કેનેડા, જર્મની, તુર્કી સહિતના જી 20 દેશો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષ સપ્ટેમ્બરમાં કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલને જી 20 માટે ભારતના હેડ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની સાથે જ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આવતા વર્ષ ભારત જી 20 શિખર સંમેલ્લનની અધ્યક્ષતા કરશે તેમજ વર્ષ 2023માં જી-20 શિખર સંમેલ્લનની મહેમાનગતિ પણ ભારત જ કરશે.
સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી
ગુરૂવારના સરકારની તરફથી એક અધિકૃત આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં થનારી જી -20 સંમેલ્લનને પણ સમન્વય માટે ભારત સરકારની તરફથી એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર શાસિત પ્રદેશના આવાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રધાન સચિવ રહેશે. તેની સાથે જ સમિતિના સદસ્યોમાં આયુક્ત સચિવ(પરિવહન), પ્રશઆસનિક સચિવ(પર્યટન), પ્રશાસનિક સચિવ(આતિથ્ય અને પ્રોટોકલ), તેમજ પ્રશઆસનિક સચિવ(સંસ્કૃતિ)નો સમાવેશ કરવામાં આવ્યા છે.
- Advertisement -
વર્ષ 2014થી વડાપ્રધાન નરેનદ્ર મોદી ભારતનું નેતૃત્વ કરી રહ્યા
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014થી જી-20 શિખર સંમેલ્લનમાં ભઆરતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભારતે વર્ષ 1999થી જી-20 સમૂહનો ભઆગ છે. જયારે 1 ડિસેમ્બર 2021થી 30 નવેમ્બર , 2024 સુધી ભારત G-20 Troikaનો પણ ભાગ રહેશે.