સ્પર્ધાનું સમાપન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે: અલગ અલગ રાજ્યોમાંથી અંદાજે 400 જેટલા સ્પર્ધકો ભાગ લેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમીંગ એસોસીએશન અને ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે 38મી સબજુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશીપ 2022નું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે તા. 24થી 26 દરમિયાન કરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં સમાપન કરવા માટે તા. 26ના સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. આ ચેમ્પિયનશીપના આયોજનમાં ઓર્ગેનાઈઝીંગ કમિટિના ચેરમેન તરીકે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ચેરમેન રમેશ ટીલાળા અને કો-ચેરમેન તરીકે ફાલ્કન ગ્રુપના ડાયરેકટર કમલનયન સોજીત્રાની વરણી કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં અલગ અલગ રાજ્યોમાંથી અંદાજિત 400 જેટલા ભાઈઓ અને બહેનો રાજકોટના આંગણે પોતાનું કૌવત દેખાડશે. આ સ્પર્ધાનું લાઈવ પ્રસારણ વિિંાંત:જૂશળ.ભહશક્ષશભ પર કરવામાં આવશે. આ સ્પર્ધાનું ઉદઘાટન તા. 24ના સાંજે 4-30 વાગ્યે ગુજરાત રાજ્યના પૂર્વનાણાં મંત્રી અને પૂર્વરાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવશે.