સેન્ટમેરીના ફાધર કે પછી દાદો?
વિદ્યાર્થીઓને ફાધર દ્વારા જે કેન્ટીનમાં નાસ્તો કરવાની મનાઇ કરવામાં આવી તે કેન્ટીન!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્પોર્ટસના ટીચરોને રીસેસમાં કેન્ટીનમાં કોઈ જાય નહીં તેનું ધ્યાન રાખવાની અપાઈ ડ્યુટી
સેન્ટમેરી સ્કૂલમાં ચાલતી કેન્ટીનના માલીકો વિરૂદ્ધ સેન્ટમેરી સ્કૂલના ફાધરે ફતવો બહાર પાડ્યો હતો જે અંગેનો અહેવાલ ‘ખાસ-ખબર’માં તા. 15ના રોજ આપવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ કેન્ટીનના માલીક સહદેવ પટેલ સામે સેન્ટમેરીના ફાધર વિલસનની વધુ દાદાગીરી સામે આવી છે.
વધુમાં કેન્ટીનના માલીક સહદેવ પટેલ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હવે પહેલાં કરતાં વધુ ફાધર અમને હેરાન કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ રીસેસમાં નાસ્તો કરવા માટે ગયેલા બે વિદ્યાર્થીઓને ફાધરે એન.સી.સી.માંથી હાંકી કાઢ્યા હોવાનું માલુમ પડ્યું છે તથા ફાધરે રીસેસ દરમિયાન વિદ્યાર્થીઓ આ કેન્ટીનમાં નાસ્તો કરવા માટે જાય નહીં તે માટે સ્પેશ્યલ સ્પોર્ટસ ટીચરોની વોચ ગોઠવી છે અને જો ભૂલથી પણ વિદ્યાર્થીઓ નાસ્તો કરવા જાય તો તેમને ક્લાસમાં લઈ જઈ દબાવણી કરી હેરાન કરવામાં આવે છે જેથી બીકના માર્યા વિદ્યાર્થીઓ રીસેસમાં નાસ્તો કરી શકતા નથી અને નાછૂટકે ભૂખ્યા રહેવું પડે છે. હવે ‘જાયે તો કહાં જાય’ની સ્થિતિ કેન્ટીનના માલિકોની થઈ છે.