ત્યારબાદ આ નક્કી છે કે કેપ્ટન રોહિત શર્માની સાથે શુભમન ગિલ ઈનિંગની શરૂઆત કરશે. મેચનુ લાઈવ પ્રસારણ લેસ્ટરશર કાઉન્ટી ક્રિકેટ ક્લબના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર બપોરે ત્રણ વાગ્યાથી થશે. ભારતીય ટીમ બે વિકેટકીપર રિષભ પંત અને કેએસ ભરતની સાથે ઈંગ્લેન્ડ પહોંચી છે અને બધાની નજર રિષભ પંત પર હશે. જે છેલ્લાં ઘણા સમયથી સારા ફોર્મમાં નથી.
- Advertisement -
લેસ્ટરશરની ટીમમાં ચાર ભારતીય ખેલાડી હશે. જેનાથી બધાને પૂરતી મેચ અભ્યાસ કરવાની તક મળશે. ચેતેશ્વર પૂજારા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા પોતાની ટીમ સામે જ રમશે. ટીમો તરફથી 13-13 ખેલાડી રમશે.
પૂજારા કરશે વાપસી
- Advertisement -
ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ કાઉન્ટ ક્રિકેટ રમીને પોતાનુ સ્થાન પ્રાપ્ત કરનારા ચેતેશ્વર પૂજારા પર પણ કોચની નજર હશે. પૂજારાએ આ સિઝનમાં કાઉન્ટી ક્રિકેટમાં આક્રમક રન બનાવ્યાં છે અને આગામી ટેસ્ટમાં તેની મહત્વતાને જોઇને કોચ ઈચ્છશે કે તેઓ પોતાનુ સ્થાન યથાવત રાખે. આ ઉપરાંત વિરાટ કોહલી, હનુમાન વિહારી પણ પિચ પર થોડો સમય ગુજારવા માગશે.