ભારત સરકાર ઇન્ડિયન પોસ્ટનું ડિજીટલાઇઝેશન કરવાની વિચારણા કરી રહી છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB)ની ડિજીટલ સર્વિસ હવે લોકોને વોટસએપ દ્વારા પણ મળશે તેવી સુવિધા કરી રહી છે. IIPB
- Advertisement -
ગ્રાહકોને વોટસએપ પર એકાઉન્ટની બેલેન્સ ચેક કરવી તેમજ નવું બેન્ક અકાઉન્ટ ખોલાવવા જેવી સુવિધાઓ આપશે. IPPBએ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના પેમેન્ટ બેંક હેઠળ 2018માં લોન્ચ થઇ હતી.
એક રિપોર્ટ અુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ અત્યારે 60 દિવસના ટેસ્ટિંગ પર છે. કેટલાક ગ્રાહકો કહી રહ્યા છે કે, રોકડ રકમ ઉપાડવી, આધાર ટુ આધાર ટ્રાન્સફર, એકાઉન્ટ નંબર અપડેટ કરવા, આધાર નંબર અને એકાઉન્ટને લગતા લાભો પણ આ પ્રોજેક્ટમાં મળશે.
ઇન્ડિયન પોસ્ટ અને વોટસઅપ વચ્ચેના આ ડીલમાં કુરિયર સર્વિસ બુક કરવી, સેલેરી ઓપન કરવી, સેવિંગ અને કરન્ટ એકાઉન્ટમાં સેલેરી મેળવવી જેવા બીજા લાભો પણ મળશે.
- Advertisement -
હાલમાં, ઇન્ડિયન પોસ્ટ બેંકિગ તેમજ IIBPના ગ્રાહકો ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગની સર્વિસ વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા મેળવી રહ્યા છે.
IPPBએ જણાવ્યું કે, 2022ની શરૂઆતમાં તેમની પાસે 50 ગ્રાહક હતા, જેથી તે પેટીએમ અને એરટેલ પેમેન્ટ બેંકની સાથે સૌથી મોટી ઇન્ટરનેટ બેંકિગ કંપની બની ગઇ છે.