યુએઇના આબુ ધાબીમાં હોલિપેડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્ટ્રોબેરી સુપરમુનની નીચે કરવામાં આવી.
મળેલા સમાચાર અનુસાર, બુર્જ મેડીકલ સીટીના હેલીપેડ પર આયોજીત કરવામાં આવેલા આ યોગા સેશનમાં 45 રહેવાસીઓએ ભાગ લીધો હતો.
- Advertisement -
આબુ ધાબીની વીપીએસ દ્વારા 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગ રૂપે એક યોગા ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે, આ યોગા સેશન એ યોગ વર્કશોપનો એક ભાગ છે.
આબુધાબીની બુર્જીલ હોસ્પિટલના સ્થાનિક સીઇઓ જોન સુનિલએ આ બાબતે જણાવ્યુ કે, અમે આ કાર્યક્રમને રાતે કરવાનું પહેલેથી નક્કી કર્યુ હતુ. કારણકે, સમાન્ય રીતે યોગ સવારમાં કરવામાં આવે છે, તેથી લોકો માટે આ રીતે યોગ કરવાનો આ એખ અળગ અનુભવ હતો. યોગનું આ સેશન પોઝીટીવ રહ્યું, જેમણે આ સેશનમાં ભાગ લેનારા લોકોને તાજગી મેળવવા માટે મદદ કરી.
આ હેલીપેડ યોગ સેશનમાં હાજર રહેનાર ભારતીય પ્રવાસી અર્ચના ગુપ્તાએ કહ્યું કે, મારા માટે આ એક સુખદ અનુભવ છે. જો કે હું થોડી નિરાશ છું કારણકે, આ સેશન દરમ્યાન સ્ટ્રોબેરી મૂન વાદળોની પાછળ છુપાયેલો રહ્યો, મને ખુશી છે કે, રાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકી.
- Advertisement -
વીપીએસ હેલ્થકેર અબૂ ધાબી, એલ એન, દુબઇ અને શારજહાંમાં પોતાની સુવિધાઓમાં લોકો માટે યોગ ફેસ્ટનું આયોજન કરી રહ્યું છે. જેનો ઉદેશ પૂરા અમીરાતમાં સીઝનમાં ભાગ લેવા માટે 2,000થી વધારે લોકોને સમાવેશ કરે છે.
વીપીએસ હેલ્થકેર અને બુર્જીલ હોસ્પિટલ અબૂ ધાબી ક્રિકેટ સ્ટેડિયમમાં એક સામુહિક યોગ કાર્યક્રમ આયોજન કરવા માટે ભારતીય દૂતાવાસ અને અબુ ધાબી સ્પોર્ટસ કાઉન્સિલની સાથે પણ સહયોગ કરશે.
On the night of the strawberry supermoon, participants got the chance to unwind with a restorative full-moon yoga session on the helipad of Burjeel Medical City. The event is part of a yoga series held by VPS Healthcare ahead of International Yoga Day. Here are the highlights: pic.twitter.com/RoF7AIwHwM
— VPS Healthcare (@VPS_Health) June 15, 2022