જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારે ય-ઊંઢઈ કરાવવું અનિવાર્ય છે
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દેશભરમાં કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક મદદ કરે છે. 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા આપવામાં આવતા પૈસાથી ખેડૂતોને ઘણી મદદ મળે છે. છેલ્લી 31 મેના રોજ મોદી સરકારે ખેડૂતોને 2,000 રૂપિયાની 11મો હપ્યો ટ્રાન્સફર કર્યો હતો. 10 કરોડથી વધુ ખેડૂતોને તેનાથી ફાયદો થયો હતો. હવે ખેડૂતો 12માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
પીએમ કિસાન યોજના હેઠળ દર ચાર મહિના બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયા જમા કરવામાં આવે છે. ખેડૂતોના એકાઉન્ટમાં જૂલાઈથી લઈને સપ્ટેમ્બર સુધીમાં 12મો હપ્યો જમા થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં ખેડૂતોને આ ભેટ મળી શકે છે.
લાભ લેવા માટે આ કામ જરૂર કરવું
જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારે ય-ઊંઢઈ કરાવવું અનિવાર્ય છે. જો તમે ય-ઊંઢઈ નથી કરાવ્યું તો તમે આગામી હપ્તાનો લાભ મેળવવાથી વંચિત રહી શકો છો. આવી સ્થિતિમાં કરોડો ખેડૂતોએ ફોરન ય-ઊંઢઈ કરાવી લેવું જોઈએ. તેના માટે અંતિમ તારીખ 31 જૂલાઈ છે. કેન્દ્ર સરકારે છેલ્લા દિવસોમાં ય-ઊંઢઈની તારીખ વધારીને 31 જૂલાઈ કરી દીધી હતી.
ઓનલાઈન e-KYC પ્રક્રિયા
1. PM કિસાન વેબસાઈટ http://pmkishan.gov.in/ પર જવું.
2. ફાર્મસ કોર્નર હેઠળ e-KYC ટેબ પર ક્લિક કરવું
3. જે પેજ ઓપન થશે ત્યાં આધાર નંબરની જાણકારી આપી સર્ચ ટેબ પર ક્લિક કરવી
4. ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.
5. પછી સબમિટ ઓટીપી પર ક્લિક કરવું અને ઓટીપી નાખી સબમિટ કરવું.
6. તમારી ય-ઊંઢઈ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે.
7. આ માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
- Advertisement -