– પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસનેતાઓ સાથે પ્રિયંકા ગાંધીએ કરી મુલાકાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ED અધિકારીઓ પુછતાછ કરી રહ્યા હતા. રાહુલ ગાંધી સાથેની આ પુછતાછ લગભગ 3 કલાક ચાલી હતી. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ તુગલક રોડ પોલીસ સ્ટેશન જઇને કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધીને આજે EDની સામે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતુ. EDની ઓફિસ જતા પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યાલય ગયા હતા. તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસની ઓફિસ પહોંચી હતી. જયાંથી પાર્ટીના કેટલાક નેતાઓની સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
- Advertisement -
જો કે રાહુલ ગાંધી EDની ઓફિસ સુધી જવા માટે કોંગ્રેસની ઓફિસથી ચાલીને ગયા હતા. પોલીસએ આ દરમ્યાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી ઇડીની ઓફિસ પહોંચ્યા હતા. આ પહેલા, પાર્ટીના વિરોધ માર્ચને ધ્યાનમાં રાખીને પોલીસએ કોંગ્રેસના કેટલાય કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી અને પાર્ટીની ઓફિસ આસપાસ કલમ 144 લગાવી દીધી હતી.
Rahul Gandhi faces ED questions in National Herald case
- Advertisement -
Read @ANI Story | https://t.co/F9lysyTAtq#RahulGandhi #NationalHeraldCase #moneylaundering pic.twitter.com/82KWMDqy0A
— ANI Digital (@ani_digital) June 13, 2022