સાઉથની ફેમસ એક્ટ્રેસ નયનતારા અને ડાયરેક્ટર વિગ્નેશે એક બીજા સાથે લગ્ન કરી લીધા છે. બન્ને આજે એટલે કે 9 જૂને ચેન્નાઈના મહાબલીપુરમમાં લગ્ન કર્યા. આ વચ્ચે સ્ટાર કપલના વેડિંગ ફોટો સામે આવ્યા છે. નયનતારા પોતાના વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
- Advertisement -
શાહરૂખે પણ આપી હતી લગ્નમાં હાજરી
તેણે રોઝ કલરનો વેડિંગ આઉટફિટ પહેર્યો છે. જણાવી દઈએ કે નયનતારા અને વિગ્નેશના લગ્નમાં ફક્ત પરિવારના જ લોકો અને નજીકના મિત્રો જ શામેલ થયા હતા. વેડિંગમાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ શામેલ થયા હતા.
- Advertisement -
રોઝ આઉટફિટમાં નયનતારાનો સ્ટનિંગ લુક
સાઉથ સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશના ચેન્નાઈના મહાબલીપુરમમાં લગ્ન સંપન્ન થયા. લગ્ન બાદ આ કપલના વેડિંગ ફોટો સામે આવ્યા છે. પોતાના લગ્નના ફોટોમાં નયનતારા ખૂબ જ સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે. તેણે ડીપ રોઝ કલરનો વેડિંગ આઉટફિટ પહેર્યો છે.
તે ઉપરાંત, એક્ટ્રેસ નયનતારાએ ગ્રીન કલરની જ્વેલરી પણ પહેરી છે. જે તેમના વેડિંગ આઉટફિટ સાથે ખાસ મેચ કરે છે. એક્ટ્રેસે પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.
નયનતારાએ પોસ્ટ શેર કરતા લખ્યું- “ભગવાનની કૃપાથી, બ્રહ્માંડ, અમારા માતા-પિતા અને સૌથી સારા મિત્રોના આશીર્વાદથી”
નયનતારા અને વિગ્નેશે 7 વર્ષ સુધી કર્યું ડેટ
નયનતારા અને વિગ્નેશે લગ્ન પહેલા એક-બીજાને લગભગ સાત વર્ષ સુધી ડેટ કર્યા હતા. નયનતારાની વિગ્નેશ સાથે પહેલી મુલાકાત વર્ષ 2015માં થઈ હતી. જ્યારે અભિનેત્રીએ ફિલ્મમેકરની એક ફિલ્મમાં કામ કર્યું. ફિલ્મ બાદ બન્નેની વચ્ચે મિત્રતા થઈ અને બન્નેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. સાત વર્ષ સુધી ડેટ કર્યા બાદ બન્નેએ પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી છે.