જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે બદલીના આદેશ કરી તે જ દિવસે છુટા થઇ ટ્રાન્સફરના સ્થળે હાજર થવા હુકમ કર્યો
રાજકોટ ગ્રામ્ય પોલીસના 118 પોલીસમેનની બદલી થઇ છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે ગઇકાલે તા.8-6ના રોજ આદેશ કરી તે જ દિવસે છુટા થઇ બદલીના સ્થળે હાજર થવા હુકમ કર્યો છે.
- Advertisement -
બદલીના લીસ્ટમાં ધોરાજીથી એસઓજીના એએસઆઇ વિજયભાઇ નાગજીભાઇને આટકોટ, ધોરાજી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ લાલજીભાઇ મનુભાઇને જામકંડોરણા, એએસઆઇ અશોકસિંહ ભીખુભાને ગોંડલ સીટી, હેડ કોન્સ્ટેબલ રવજીભાઇ વેલજીભાઇને જેતપુર સીટી, કોન્સ્ટેબલ યુવરાજસિંહ કિરીટસિંહને લોધીકા, એએસઆઇ રમેશભાઇ કાળાભાઇને જસદણ અને પ્રવિણચંદ્ર જીવણભાઇને ગોંડલ તાલુકામાં મુકાયા છે.
તેમજ પડધરીના એએસઆઇ ભગીરથસિંહ માનસિંહ, ગોંડલ સીટીના રાજદીપસિંહ ઉદયસિંહ, જેતપુર સીટીના લખુભા ગંભીરસિંહ, આટકોના લાલાભાઇ જાદવભાઇ, ગોંડલ તાલુકાના ક્રિપાલસિંહ હરદેવસિંહ, ગોંડલ તાલુકાના વિપુલકુમાર રવજીભાઇ, ભાડલાના અશ્ર્વિનભાઇ ગોપાલભાઇ, જેતપુર તાલુકાના સંગીતાબેન મેઘજીભાઇને ધોરાજી મુકવામાં આવ્યા છે. જેતપુર સીટી-તાલુકા આ સિવાય આટકોટ, ગોંડલ સીટી અને તાલુકા જસદણ, ઉપલેટા, ભાયાવદર, ભાડલા, વિંછીયા, જામકંડોરણા, વિરપુર, લોધીકા, શાપર, પડધરી, જિલ્લા ટ્રાફિક, કંટ્રોલ રૂમ, કોમ્પ્યુટર લેબ, રીડર શાખા સહિતની શાખામાંથી કુલ 118 પોલીસમેનની બદલી કરાઇ છે.