યુક્રેનના ડોનબાસ પ્રાંતના છેલ્લા બે શહેરનો કબ્જો મેળવી લેવા માટે રશિયા વ્યૂહ બદલીને વધુને વધુ મરણિયું બન્યું
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના લશ્કરે જણાવ્યું છે કે તેણે તાજેતરમાં કરેલા હુમલામાં પશ્ચિમ દ્વારા યુક્રેનને આપવામાં આવેલા તમામ શસ્ત્રોનો ખાત્મો બોલાવી દીધો છે.આ ઉપરાંત રશિયા પૂર્વી યુક્રેનમાં ચાવીરુપ શહેર કબ્જે કરવા માટે દળોને નવેસરથી ગોઠવી રહ્યુ છે. તેની સાથે વધુ દળો મોકલી પણ રહ્યુ છે. મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે રશિયાની આર્ટિલરીએ નોર્વે અને દ્વારા પૂરી પાડવામાં આવેલી હોવિત્ઝર અને અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવેલી બે આર્ટિલરી સિસ્ટમ્સને ધ્વસ્ત કરી દીધી છે.
- Advertisement -
તેમણે જણાવ્યું હતું કે રશિયન આર્ટિલરીએ યુક્રેનના સાધનો નષ્ટ કર્યા છે. જ્યારે રશિયાના હવાઇદળે યુક્રેનના દળો પર હુમલો કરવા દરમિયાન તેના સાધનો અને આર્ટિલરી પોઝિશન્સને ધ્વસ્ત કરી છે. જો કે તેના દાવાની સ્વતંત્ર રીતે ખરાઈ થઈ શકી નથી.
લુહાન્સ્કના ગવર્નર સેર્ફી હૈદેઇએ જણાવ્યું હતું કે રશિયાએ સિયેવિરોડોનેત્સ્કના બહારના ભાગો પર કબ્જો જમાવ્યો છે. લુહાંત્સ્ક પ્રાંતમાં યુક્રેન પાસે જે બે શહેર છે તેમા આ એક શહેર છે. હૈદેઇએ જણાવ્યું હતું કે અત્યંત કપરી સ્ટ્રીટ ફાઇટ ચાલી રહી છે. પરિસ્થિતિ સતત બદલાતી રહે છે, પરંતુ યુક્રેનિયન અત્યાર સુધી હુમલા ખાળવામાં સફળ રહ્યા છે. રશિયા ડોનેત્સ્ક અને લુહાંત્સ્ક પ્રાંતનો બનેલો સમગ્ર ડોનબાસ પ્રાંત કબ્જે કરવા માંગે છે. રશિયા પાસે જબરજસ્ત ફાયરપાવર હોવા છતાં પણ યુક્રેનના દળોએ અત્યાર સુધી તેનો જબરજસ્ત પ્રતિકાર કર્યો છે.
રશિયાના દળોએ સિયેવિયેરોડોનેત્સ્કની નજીકના શહેર લિસિચાન્સ્ક પર સંપૂર્ણપણે કબ્જો મેળવી લીધો છે અને ત્યાં જ તેમનો બેઝ બનાવ્યો છે. હૈદેઇએ જણાવ્યું હતું કે રશિયાના દળોએ સ્થાનિક બજાર, સ્કૂલો અને કોલેજોના બિલ્ડિંગ પર હુમલા કરીને તેને નષ્ટ કર્યા હતા.