– પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઇને નારાજગી
- Advertisement -
બીજેપીની પ્રવક્તા નૂપુર શર્માની તરફથી પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી પછી પશ્ચિમના એશિયાઇ દેશોમાં વ્યાપક સ્તર પર રોષ જોવા મળ્યો. આ કેસમાં કેટલાય દેશ ભારત સરકારની પોતાની નારાજગી જણાવી ચૂક્યા છે. આ વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી ડો. હુસૈન અમીર -અબ્દુલ્લાહિયન ત્રણ દિવસના ભારત પ્રવાસ પર પહોંચ્યા છે. આ યાત્રાનો મુખ્ય ઉદેશ્ય દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબીત કરવાનો છે.
વિદેશ મંત્રાયલની તરફથી જણાવવામાં આવ્યું કે, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇરાનના વિદેશ મંત્રી ડો. હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન આજે બપોરે 1 વાગ્યે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં કેટલાય મુદા પર બંન્ને દેશોના વિદેશ મંત્રી વાતચીત કરશે. ત્યાર પછી ડો. હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન મુંબઇ અને હૈદરાબાદની યાત્રા કરશે. પયગંબર પરની ટિપ્પણીને લઇને નારાજગી પછી ઇસ્લામિક સહયોગ સંગઠનએ સભ્ય દેશોના મંત્રીની આ પહેલો પ્રવાસ છે.
પશ્ચિમના એશિયાઇ દેશોએ કર્યો વિરોધ
પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી પછી એક ડઝનથી વધારે દેશો તેમનો વિરોધ કરી ચૂક્યા છે, જેમાં સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, ઇન્ડોનેશઇયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, જોર્ડન, બહેરીન, માલદીવ, મલેશિયા, ઓમાન, ઇરાક અને લિબિયા સહિત કેટલાય દેશોએ આ ટિપ્પણીની નિંદા કરી છે.
- Advertisement -
Foreign Minister of Iran, Dr. Hossein Amir-Abdollahian arrives to a warm welcome in India.
The visit will further boost our deep historical ties and partnership. pic.twitter.com/Q1kn0sQsED
— Arindam Bagchi (@MEAIndia) June 8, 2022
ભારતના રાજદૂતોએ આપ્યો ખુલાસો
આ પહેલા કતાર, ઇરાન અને કુવૈતએ નૂપુર શર્માના નિવેદન પર
નારાજગી વ્યક્ત કરી હતી, અને ભારતીય રાજદુતોને તેમનો ખુલાસો આપવા જણાવ્યું હતુ. જયારે ખાડી દેશોએ પયગંબર મોહમ્મદની સામેની વિવાસ્પદ ટિપ્પણીની નિંદા કરતા સખત વિરોધ કર્યો હતો. આ બાબતે ભારતીય દુતાવાસની તરફથી કહેવામાં આવ્યું હતુ કે, ઇસ્લામના પેયગંબરની સામેનો કોઇ પણ અપમાન સ્વીકાર્ય નથી. આ નિવેદન ભારત સરકારની સ્થિતિને દર્શાવતું નથી, ભારત સરકાર દ્વારા બધા ધર્મોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. તેમના સિવાય ભારતીય દુતાવાસએ આ પણ વાતનો ઉલ્લેખ કર્યો કે, નૂપુરને બીજેપીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયારે તેઓ ભારતમાં પણ કોઇ સરકારી પદ સંભાળી રહ્યા નથી.