સમગ્ર રાજ્યમાં મોરબી બીજા ક્રમે!
ખાસ-ખબર સંવાદદાતા
આજે સોમવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની માર્ચ 2022 માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાએ 73.79 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાંથી બીજો નંબર મેળવ્યો છે.
- Advertisement -
માર્ચ 2022 માં લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષામાં મોરબી જીલ્લાના કુલ 11535 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જેમાંથી 11421 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે આજે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામ મુજબ જીલ્લાનું સરેરાશ પરિણામ 73.79 ટકા જાહેર થયું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચા પરિણામમાં બીજા ક્રમે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લાની 10 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામ મુજબ મોરબી જીલ્લાના 304 વિદ્યાર્થીઓએ એ- વન ગ્રેડ, 1226 વિદ્યાર્થીઓએ એ- ટુ ગ્રેડ, 1770 વિદ્યાર્થીઓએ બી વન ગ્રેડ, 2128 વિદ્યાર્થીઓએ બી-ટુ ગ્રેડ, 2000 વિદ્યાર્થીઓએ સી-વન ગ્રેડ અને 948 વિદ્યાર્થીઓએ સી ટુ ગ્રેડ મેળવ્યો છે જ્યારે 52 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં આવ્યા હતા.