સફારી રૂટ ભૂંડને સિંહનો ભેટો થઇ ગયો, જીવ બચાવી ભાગ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ગીરનાર નેચર સફારીમાં પ્રવાસીઓને શિકાર પાછળ દોડતા સાવજનું જીવંત દૃશ્ય જોવા મળ્યું. આ ઘટનાને પ્રવાસીઓએ મોબાઇલમાં ઝડપી લીધી. સફારીના રૂટ પર માત્ર 5 મીનીટના અંતરેજ બાંડો નામનો સિંહ રોડ વચ્ચે બેઠો હતો. સામેથી જંગલી ભૂંડ બચ્ચાં સાથે આવી રહ્યું હતું. સિંહ ભૂંડનો શિકાર કરવા ન હોતો માંગતો પરંતુ તેનું બચ્ચું જોઇને શિકાર કરવા ઉભો થયો હતો. જોકે, સામેપક્ષે ભૂંડ વધુ સતર્ક હતું. આથી સિંહ નજીક આવે એ પહેલાંજ દોડીને ગીચ જંગલમાં ગાયબ થઇ ગયું હતું. જૂનાગઢના ગીરનાર જંગલમાં પણ હવે સફારી શરૂ કરાઇ છે. જોકે, 13 કિમી લાંબા રૂટ પર કુલ 26 કિમીનું નામ નેચર સફારી છે. પણ આ સિંહની ટેરીટરીવાળો વિસ્તાર છે. તેના પર આશરે 22 સિંહોનો વસવાટ છે. આથી અહીં આવનાર પ્રવાસીઓને સિંહ દર્શન અચૂકપણે થાય જ છે.