કોલકાતામાં બોલીવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું આકસ્મિક નિધન થતા સમગ્ર દેશ ગમગીન બન્યો છે.કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો હતો અને તેમને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું નિધન થયું હતું. તેઓ 52 વર્ષના હતા અને આટલી નાની ઉંમર દુનિયાને અલવિદા કહી ગયા છે. તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે અને બોલિવુડ જગતથી માંડીની રાજકીય હસ્તીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, વૈકેયા નાયડુ સહિતની હસ્તીઓએ તેમના નિધન પર ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી.
Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti.
- Advertisement -
— Narendra Modi (@narendramodi) May 31, 2022
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો
- Advertisement -
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું, પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળ અવસાનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના ગીતોમાં પ્રદર્શિત કરવા માટે વિશાળ અભિવ્યક્તિઓ છે. અમે હંમેશા તેમના ગીતો દ્વારા તેમને યાદ રાખીશું. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.
KK was a very talented and versatile singer. His untimely demise is very saddening and a huge loss to Indian music. With his gifted voice, he has left an indelible impression on the minds of countless music lovers. My deepest condolences to his family and fans. Om Shanti Shanti
— Amit Shah (@AmitShah) May 31, 2022
અમિત શાહે પણ આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “કેકે ખૂબ જ પ્રતિભાશાળી અને બહુમુખી ગાયક હતા. તેમનું અકાળ અવસાન ખૂબ જ દુ:ખદ છે અને ભારતીય સંગીતને મોટી ખોટ છે. તેમના પ્રતિભાશાળી અવાજથી તેમણે અસંખ્ય સંગીત પ્રેમીઓના મન પર અમિટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી ઊંડી સંવેદના.
Anguished by the sudden demise of renowned singer, Shri Krishnakumar Kunnath. Known for his soulful voice and melodious singing Shri KK's demise is a huge loss to the world of music. Om Shanti!
— Vice President of India (@VPIndia) May 31, 2022
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શોક દર્શાવ્યો
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કેકેના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, જાણીતા ગાયક શ્રી કૃષ્ણકુમાર કુન્નાથના અચાનક નિધનથી દુઃખ થયું છે. પોતાના આત્મીય અવાજ અને સુરીલા ગાયન માટે જાણીતા શ્રી કેકેનું નિધન સંગીતની દુનિયા માટે એક મોટી ખોટ છે.
Shocked to hear about the sudden demise of renowned singer Shri Krishnakumar Kunnath, fondly known as KK. His voice and songs will stay till eternity. My heartfelt condolences to his friends and family, and fans across the world.
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 1, 2022
દિલ્હીના સીએમ કેજરીવાલે વ્યક્ત કર્યું ઊંડુ દુ:ખ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ કેકેના નિધન પર ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી.
KK dies at 53: A look back at the musical journey of Bollywood's most versatile singer
Read @ANI Story | https://t.co/h2wk06hmtp#KK #SingerKKDeath #SingerKK pic.twitter.com/EWh2uYA45v
— ANI Digital (@ani_digital) June 1, 2022
કૃષ્ણ કુમાર કુન્નથ ઉર્ફે KK કોણ છે?
કૃષ્ણકુમાર કુન્નાથ (23 ઓગસ્ટ 1968 – 31 મે 2022) કેકે તરીકે જાણીતા હતા એક ભારતીય પ્લેબેક સિંગર હતા. તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાઓની ફિલ્મોમાં ગીતો રેકોર્ડ કર્યા છે. તેઓ તેમની પેઢીના સૌથી બહુમુખી ગાયકોમાંના એક તરીકે ગણવામાં આવે છે. 31મી મે 2022ની રાત્રે કૉલેજ ફેસ્ટમાં પર્ફોર્મ કરતી વખતે કોલકાતાના નઝરુલ મંચ ખાતે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું છે.
કયા કયા ગીતોથી હતા kk ફેમસ?
કેકેના ગીતો પૈકી જે તેમના ચાહકોમાં ખૂબ જ પ્રિય હતા, ‘યારોં’ ખૂબ ચર્ચામાં હતું. આ સિવાય સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના ગીત ‘ટડપ તડપ કે ઇસ દિલ’એ અનોખી છાપ છોડી હતી. આ સાથે જ ફિલ્મ બચના-એ-હસીનનું ‘ખુદા જાને’, ફિલ્મ કાઈટ્સનું ‘ઝિંદગી દો પલ કી’, ફિલ્મ જન્નતનું ‘ઝરા સા’, ફિલ્મ ગેંગસ્ટરનું ‘તુ હી મેરી શબ હૈ’, શાહરૂખ ખાનની ફિલ્મનું ઓમ શાંતિ ઓમ.આ ઉપરાંત ફિલ્મ ‘આંખો મેં તેરી અજબ સી’, બજરંગી ભાઈજાનનું ‘તુ જો મિલા’, ફિલ્મ ઈકબાલનું ‘આશાયિન’ અને ફિલ્મ અજબ પ્રેમ કીનું ‘મૈં તેરા ધડકન તેરી’ ગીત. ગઝબ કહાની તેના ચાહકોમાં સૌથી વધુ લોકપ્રિય હતી.