મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના નેતાઓની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જસદણ તાલુકાના આટકોટ ગામે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. મંચ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ મોહન કુંડારીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન ભવ્ય સ્વાગત બાદ મોદી સભાસ્થળે પહોંચ્યા હતા અને પોતાના સંબોધનમાં ગુજરાતીમાં પૂછ્યું હતું કે, તમારા બધાનું રસીકરણ થઈ ગયું છે ને, લોકોએ હાથ ઊંચો કરી એકસૂરમાં કહ્યું હા. મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર વાર કર્યો હતો અને કહ્યું હતું કે, દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં એને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળું મારી દે. આ સાથે જ મોદીએ કહ્યું હતું કે, હોસ્પિટલના ઉદ્ધાટનમાં એવું ન કહેવાય કે, અહીં આવજો તેથી આ હોસ્પિટલ હંમેશા ખાલી રહે તેવી પ્રાર્થના કરૂં છું. અને જો કોઈ દર્દી અહીં આવે તો તાજોમાજો થઇને જાય.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ રમૂજી અંદાજમાં કહ્યું, વાહ મારી બાપુડી
વડાપ્રધાન મોદીએ સભામાં સંબોધતા રમૂજ અંદાજમાં કહ્યું હતું કે, રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી…આ સાંભળીને તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.