છેલ્લા આઠ વર્ષમાં ભારતની અંદર જ્યારે-જ્યારે કોઈ સર્વે કરવામાં આવ્યો છે ત્યારે-ત્યારે નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય જનપ્રતિનિધિ-પ્રધાનમંત્રી તરીકે ઉભરી આવ્યા છે. ન માત્ર ભારત જ પરંતુ મે-2014થી મે-2022 સુધી આજની તારીખમાં પણ દુનિયાભરમાં મોદી મેજિક ચાલી રહ્યું છે તેના મુખ્ય બે કારણ છે. પહેલું નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ અને બીજું તેમના કારણે દેશની ઉપલબ્ધિઓ. મીડિયામાં ભલે જે પણ કહી ચાલી રહ્યું હોય, તમે જે કંઈપણ પણ જોઈ કે વાંચી રહ્યાં હોય.. આજે પણ દેશની મહત્તમ જનતાને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે, દુનિયાનાં મહત્તમ દેશો નરેન્દ્ર મોદીની સાથે છે. લોકો નરેન્દ્ર મોદીને અપનાવી રહ્યાં છે, અવગણી શકે તેમ નથી. ન ભૂતો.. ન ભવિષ્યતી.. નરેન્દ્ર મોદીનો કોઈ જ વિકલ્પ નથી એ પણ સનાતન સત્ય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં રહેલી પ્રતિભા અને તેમણે ભરેલા પગલાંઓએ દેશને દુનિયાભરમાં શક્તિશાળી અને ગૌરવશાળી સ્થાન અપાવ્યું છે. આ દરમિયાન દેશવિરોધી તાકાતોએ એક સાથે મળી નરેન્દ્ર મોદીની છબી ખરડાવવાનાં અનેક પ્રયાસો કર્યા છે. ચાવાળો, ચોકીદાર, મોતનો સોદાગર, ખૂની, ભ્રષ્ટાચારી વગેરે વગેરે.. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ચોર કહ્યાં અને રાહુલ ગાંધીને પોતે કરેલા ખોટા નિવેદનો બદલ માફી પણ માંગવી પડી. ગાળોથી લઈ અફવાઓ સુધી અને આરોપોથી લઈ આંદોલનનો સુધી અનેક પ્રયાસો દ્વારા નરેન્દ્ર મોદીનાં વ્યક્તિત્વ-નિર્ણયો પર ટિકા કરવામાં આવી છે, વિરોધ થયો છે. આમ છતાં જ્યારે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર કોઈ અસર ન પડી ત્યારે વિરોધીઓએ ટૂલકીટનો આશરો લીધો છે. જોકે આ ટૂલકીટ પણ નરેન્દ્ર મોદીનું કઈ બગાડી શકશે નહીં.
- Advertisement -
ટૂલકીટથી નરેન્દ્ર મોદીની છબી ખરાબ થઈ છે અથવા ખરાબ થઈ જશે એવું કેટલાંક લોકોનું માનવું છે પરંતુ હકીકતમાં કોઈ ટૂલકીટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરી શકે તેમ નથી. તેનું મુખ્ય કારણ છે, નરેન્દ્ર મોદી દ્વારા પાછલા આઠ વર્ષમાં કરવામાં આવેલા કાર્યો અને આગામી વર્ષોમાં તેમના દ્વારા એવા કાર્યો કરવામાં આવશે કે એક વૈશ્વિક નેતા તરીકે તેઓ સર્વોચ્ચ શિખર પર હશે. ચોક્કસથી ટૂલકીટનું અસ્તિત્વ છે પરંતુ ટૂલકીટ અસરકારક નથી એ એટલું જ મોટું સત્ય છે. કારણ કે, ટૂલકીટ ફક્ત ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળે છે અને આપણે જાણીએ છીએ કે, આજે પણ દેશની મહત્તમ જનસંખ્યા ડિજિટલ પ્લેટફોર્મ પર નથી. જે છે એમાંથી પણ મોટાભાગનાં માણસો મીડિયાનાં અભિપ્રાયો કરતા પોતાના અનુભવો પર આધાર રાખે છે. ટૂલકીટ માત્ર સોશિયલ મીડિયા પર જીવતા નવરાઓ લોકોને જ અસરકર્તા છે અને એમાં આવા જ નવરા લોકો સામેલ છે એ તમે પણ જોઈ શકશો. કોરોના મહામારીની શરૂઆતથી લોકો નવરા-નિરાશ થયા છે અને નવરા-નિરાશ લોકોએ સોશિયલ મીડિયામાં પોતાનો અંગત અહમ, આક્રોશ, સ્વાર્થ, નફરત જે કઈ કહો એ વ્યક્ત કર્યું છે, શેઅર કર્યું છે. તેઓ પણ ટૂલકીટનાં હથિયાર બન્યા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે તેમ પ્રભાવ પણ વધ્યો છે અને આપણી સામે તેના ગંભીર પરીણામો પણ મૌજૂદ છે.
આજકાલ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે, મોદી વિરોધીઓની જુદી-જુદી ગેંગ બની ગઈ છે. એ ગેંગ ચોક્કસ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જ સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળશે. કોઈ એક જ મુદ્દા પરની પોસ્ટને એકસાથે પ્રોત્સાહન આપવું એ એમનું મુખ્ય કાર્ય છે. ઉહ. અજાણતામાં પણ મોદી વિરોધમાં લખેલી કોઈ પોસ્ટ પર હજારો અજાણ્યા લોકો શેઅર, લાઈક અને કોમેન્ટ્સ કરશે. વાંરવાર તે મુદ્દા પર ચર્ચાઓ થશે. વળી, અજાણતામાં જ મોદી સમર્થનમાં લખાયેલી કોઈ પોસ્ટ પર હજારો અજાણ્યા લોકો હાહા રિએક્ટ કરી જશે અને કોમેન્ટ-ઈનબોક્સમાં ગાળો આપશે. મતલબ કે સોશિયલ મીડિયા પર અલગ-અલગ મોદી વિરોધીઓની એક ગેંગ થઈ ગઈ છે. તેમનું એકમાત્ર મકસદ છે – મોદી.. મોદી અને બસ મોદી.. બીજી તરફ મોદી સમર્થકની કોઈ ગેંગ નથી. મોદીને સમર્થન કરનાર દેશ-ધર્મનું હિત ઈચ્છતો આમ આદમી છે એટલે કે સામાન્ય માણસ છે અને આવા લોકો બધી જ મોદી વિરોધી ગેંગને ખૂંચી રહ્યાં છે.
ઈતિહાસ ચકાસી જૂઓ, જ્યારે-જ્યારે મોદી પર ષડયંત્રનાં ભાગરૂપે પ્રહારો થયાં છે, ત્યારે-ત્યારે તેઓ વધુ ઉજળા બનીને અને શક્તિશાળી બનીને બહાર આવ્યા છે
- Advertisement -
આ 20 ગેંગનું માત્ર 1 જ ટાર્ગેટ છે – મોદી..મોદી.. અને બસ મોદી..
1. એવોર્ડ વાપસી ગેંગ
2. ટુકડેટુકડે ગેંગ
3. અફઝલ ગેંગ
4. જેએનયુ ગેંગ
5. ખાન માર્કેટ ગેંગ
6. લુટિયન્સ ગેંગ
7. ખાલીસ્તાની ગેંગ
8. અર્બન નક્સલી ગેંગ
9. રોહિગ્યા ગેંગ
10. ઘૂસણખોર ગેંગ
11. જમાતી ગેંગ
12. ગુપકાર ગેંગ
13. આંદોલનજીવી ગેંગ
14. શાહીનબાગ ગેંગ
15. નકલી કિસાન ગેંગ
16. આપિયા ગેંગ
17. પાસિયા ગેંગ
18. બોલિવૂડ ભાંડ મીડિયા ગેંગ
19. તટસ્થ, અસહિષ્ણુ, બૌદ્ધિક, ડાબેરી ગેંગ
20. ટૂલકીટ ગેંગ
નરેન્દ્ર મોદીનું કોઈ સમર્થન કરે તો તેને ભક્ત કહી તેના પર તૂટી પડો, તેની પર પણ વ્યક્તિગત ટિકા-ટીપ્પણી અને આક્ષેપ કરો. તેને બિકાઉ-પેઈડ કહો. અપશબ્દો દ્વારા યેનકેન પ્રકારે બસ તેનું મોરલ ડાઉન કરો. તેની પોસ્ટ બંધ થવી જોઈએ, એ લાઈક-કોમેન્ટ કરતા ડરવો જોઈએ. મોદીની સાથે મોદીનું સમર્થન કરનારનો પણ જોરદાર વિરોધ કરો. જરૂર જણાય તો દેશ-ધર્મનો પણ વિરોધ કરો. બીજી તરફ મોદીનો વિરોધ કરનારાઓને પ્રોત્સાહન આપો. તેની વાહવાહી કરો અને તેને સેલિબ્રિટી બનાવી દ્યો. મોદી સમર્થનમાં હોય એવી પોસ્ટ બને ત્યાં સુધી નજરઅંદાજ કરો અથવા ફેક એકાઉન્ટથી ડિફેન્ડ કરો અને મોદી વિરોધમાં કોઈ પોસ્ટ આવે તો સીધી જ શેર કરો, લાઈક કરો, પોસ્ટ કરો. અન્ય ભાષામાં અનુવાદ પણ કરો. બસ આજકાલ સોશિયલ મીડિયા પર આ જ ચાલી રહ્યું છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ડિજિટલ ઉપદ્રવીજીવીઓનાં ત્રાસથી કંટાળીને અનએક્ટિવ થઈ ચૂક્યા છે, ઘણાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રાયવર્સી ચેન્જ કરી દિધી છે તો ઘણાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી ઘણાને બ્લોક કરી દીધા છે અને મોદી?
વિદેશોમાં ટૂલકીટ ભલે નેતાઓ માટે ટેન્શન વધારનાર હોય પણ ભારતમાં ટૂલકીટ નરેન્દ્ર મોદીનો ટેકો વધારનાર સાબિત થશે
નરેન્દ્ર મોદીને નજીકથી જાણનાર અને રાજકરણનાં અભ્યાસીઓ એ બાબત બરાબર સમજે છે કે, નરેન્દ્ર મોદીને ટૂલકીટથી કશો ફર્ક પડવાનો નથી. વિદેશોમાં ટૂલકીટ ભલે નેતાઓ માટે ટેંશન વધારનાર હોય પણ ભારતમાં ટૂલકીટ નરેન્દ્ર મોદીનો ટેકો વધારનાર સાબિત થશે. ડિજીટલ પ્લેટફોર્મ પર રહેલા ટૂલકીટનાં મુદ્દાઓ અને ટૂલકીટ સાથે જોડાયેલા માણસો મોદીની છબી ખરાબ કરવાના ચક્કરમાં નરેન્દ્ર મોદીની અત્ર, તત્ર, સર્વત્ર નેગેટિવ પબ્લિસિટી કરી રહ્યાં છે અને એ નેગેટિવ પબ્લિસિટી નરેન્દ્ર મોદી માટે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક બનશે. મોદીની વાહવાહી નહીં મોદીને વખોડો એટલે મોદીને જ મજામજા અને આ જ મોદી મેજીક મંત્ર છે.