‘ખાસ-ખબર’ની ઝુંબેશ સામે તન્વી પ્રોડક્શનનાં પ્રોડ્યુસર ઘૂંટણિયે
એક અખબાર ધારે તો શું ન કરી શકે? નિર્દોષને ન્યાય અને દોષિતને સજા અપાવવાની હિંમત ચોથી જાગીરમાં છે. અખબાર જો પોતાની સામાજિક ભૂમિકા સમજી સત્યને ઉજાગર કરતું રહે તો કોઈપણ કિસ્સામાં હકારાત્મક પરિવર્તન અને ઈચ્છિત પરિણામ મળવું નિશ્ર્ચિત છે. સત્યને પુરસ્કાર અને અસત્યને તિરસ્કાર એ પણ એક અખબારી ધર્મ છે અને આવો અખબારી ધર્મ ભૂતકાળમાં અનેક વખત ખાસ-ખબર નિભાવી ચૂક્યું છે. હાલમાં પણ પૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી અખબારી ધર્મ બજાવતા ખાસ-ખબર દ્વારા ગુજરાતના સૌથી મોટા રિયાલીટી શોની સૌથી મોટી રિયાલીટીનો તબક્કાવાર પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ખાસ-ખબરમાં પ્રસ્તુત થયેલી સવાલોના સવા કરોડ ગેમ શોની વાસ્તવિકતા બાદ અંતે આ ગેમ શોના આયોજકોને ઝૂકવું પડ્યું છે, તન્વી પ્રોડક્શન – વિમલ પટેલને સવાલોના સવા કરોડ ગેમ શો રદ્દ કરવો પડ્યો છે અને સ્પર્ધકો પાસેથી ઉઘરાવેલી રજીસ્ટ્રેશન ફી પરત કરવી પડી છે.
- Advertisement -
ગુજરાતનો કહેવાતો સૌથી મોટો રિયાલિટી શૉ રદ્દ
તન્વી પ્રોડક્શન દ્વારા આજથી સવા વર્ષ અગાઉ સવાલોનાં સવા કરોડ ગેમ શૉની જાહેરાત કરાઇ હતી
‘કોઈ મારું કશું ઉખાડી શકે નહીં’
- Advertisement -
ફાંકા ફોજદારી કરનાર વિમલ પટેલે ઝૂકવું પડ્યું
‘ખાસ-ખબર’ દ્વારા આ શૉ અંગેની ઝૂંબેશના મંડાણ થયા એ પછી શૉનો પ્રોડ્યુસર આખા ગામમાં એવું કહેતો ફરતો હતો કે, ‘લખવાવાળા તો આવું બધું લખ્યા કરે, અમને એમાં કોઈ જ ફર્ક ન પડે, કોઈ અમારું કશું ઉખાડી શકે નહીં!’ આખા ગામમાં આવા સીનસપાટા કરનાર વિમલ પટેલે અંતે ‘ખાસ-ખબર’ની આક્રમક ઝૂંબેશ સામે ઝૂકવું પડ્યું હતું. તેને ખ્યાલ આવી ગયો છે કે, તેનું ઘણુંબધું ઉખડી ચૂક્યું છે!


