હાથલા મંદિરે સાડાસાતી નિવારણ અર્થે પૂજા કાર્યક્રમ તથા બાવન ગજની ધજા ચડાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
ન્યાયના દેવતા શનિદેવની જયંતી 30 મેના રોજ હાથલા ખાતે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે શનિદેવનો જન્મ વૈશાખ મહિનાના વદ પક્ષની અમાસના રોજ થયો હતો. સોમવારે હાથલા શનિ મંદિર ખાતે શનિ મહારાજના મંદિર પર બાવન ગજની ધજા ચડાવવામાં આવશે જ્યારે સાડાસાતી નિવારણ અર્થે પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શનિ જે રાશિમાં રહે છે, તે રાશિ સાથે જ તે રાશિની આગળ અને પાછળની રાશિઓ ઉપર પણ સાડાસાતી રહે છે. જેમ કે હાલ શનિ કુંભ રાશિમાં છે તો કુંભથી પાછળ મકર અને કુંભથી આગળ મીન રાશિ ઉપર સાડાસાતી ચાલી રહી છે.
- Advertisement -
શનિ જે રાશિમાં છે તે રાશિથી છઠ્ઠી રાશિ અને દસમી રાશિ ઉપર શનિની ઢૈય્યા રહે છે. આ સમયે કર્ક અને વૃશ્ચિક રાશિ ઉપર શનિની ઢૈય્યા ચાલી રહી છે.