ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા બેફાર્મ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા 36.65 લાખ રૂપિયાનાં 26 બીલ ચુકવ્યાં છે. આ અંગે કોંગી કોર્પોરેટરને માહીતી માંગતા માત્ર એક જ બીલની વિગત આવી છે. સ્થાયી સમિતીનાં કાર્યાલય માટે નાસ્તો મંગાવ્યો હતો. જેનું બીલ 6275 રૂપિયા ચૂકવવામાં આવ્યું છે.
જૂનાગઢ મહાનગર પાલીકાનાં વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ 19 મેના મનપાના કમિશ્નરને પત્ર પાઠવ્યો છે. કુલ 26 બિલ પાછળ 37,65,213નો ખર્ચ થયો હોય તે તમામ બિલની મહાનગરપાલિકા દ્વારા અપાયેલ મંજૂરી નંબર તથા તારીખની અને ચૂકવેલ રકમના બિલની મંજૂરીનો ઠરાવ તથા બિલની વિતગવાર માહિતી આપવા માંગ કરાઇ છે. પરંતુ 26 બીલની 37,65,213ની રકમમાંથી મહાનગરપાલિકા દ્વારા માત્ર 1 બિલના 6,275ની રકમની વિગત અપાઇ છે. આ બિલની વિગતમાં સેક્રેટરીએ જણાવ્યું છેકે, 2021-22માં સેક્રેટરી શાખાની ગ્રાન્ટમાંથી સ્થાયી સમિતીના કાર્યાલય ખાતે નાસ્તો હોટ એન્ડ સ્પાઇસ હોટેલમાંથી મંગાવાયો હતો.આ પદર બીલની મંજૂરી સ્થાયી સમિતીના કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મીએ મેળવેલ છે. ત્યારે સેક્રેટરી શાખા દ્વારા થતા પદાધિકારી તથા તમામ ચેરમેનોના કાર્યાલય ખર્ચ ખાતેના બજેટ હેડમાં ગ્રાન્ટની રકમ ભરેલ છે.
- Advertisement -
આમાં 22 લાખથી વધુનું બીલ મંડપ સર્વિસનું છે. જ્યારે 13,460નું બીલ પ્લાસ્ટિક અને ગ્લાસની એજન્સીનું છે, 39,648નું બિલ પ્રેસીડેન્ટ ઓટો મેશનનું તેમજ રાજકોટની ઇલેકટ્રોનીક્સની એજન્સીનું 7,92,866નું બિલ છે. ત્યારે મંજુલાબેન પણસારાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપાનાં પદાધિકારીઓ બેફામ ખર્ચા કરી રહ્યાં છે.