PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ વચ્ચે રશિયા-યુક્રેન જંગ પર પણ થઈ ચર્ચા:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. આ બેઠક દરમિયાન બંને ટોચના નેતાઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને કોરોના રસી સહિત ઘણા મુદ્દાઓ પર બેઠક યોજાઈ રહી છે. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠકમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે પીપલ ટૂ પીપલ કોન્ટેક્ટ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, તમને મળીને હંમેશા ખુશી થાય છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, ભારત અને અમેરિકાની વચ્ચે ભાગીદારી સાચા અર્થમાં વિશ્વાસની ભાગીદારી છે. આપણા સહિયારા મૂલ્યો અને સુરક્ષા સહિત કેટલાય ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સંબંધો વધારે મજબૂત થયા છે. આપણી વચ્ચે વેપાર અને રોકાણમાં વિસ્તાર થતો જાય છે, પણ ક્ષમતા કરતા ઘણુ ઓછું છે.
- Advertisement -
Prime Minister Narendra Modi and US President Joe Biden hold bilateral talks in Tokyo pic.twitter.com/pZ3slA7zNp
— ANI (@ANI) May 24, 2022
- Advertisement -
કોરોના કાળમાં પીએમ મોદીનું કામ સરાહનીય બાઈડને કર્યા વખાણ :
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કોરોનાકાળમાં કરેલા પીએમ મોદીના કામને લઈને વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોરોનાથી લડવામાં ચાઈના ફેલ ગયું છે. પણ ભારત સફળ રહ્યું છે. જપાનના ટોક્યોમાં બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે આ મુલાકાત થઈ હતી. તેની સાથે જ બાઈડને દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદી સાથે યુક્રેન-રશિયા જંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.