આબોહવા પરિવર્તન સામે લડવા મનપાએ પ્રગતિશિલ પગલા ભર્યા
ઇન્ટરનેશનલ કમિટીએ મનપાના કાર્યોની પ્રશંસા કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરે ઠઠઋ (ઠજ્ઞહિમ ઠશમય ઋીક્ષમ રજ્ઞિ ગફિીંયિ)ના‘ઘક્ષય.ઙહફક્ષયિ.ંઈશિું.ઈવફહહયક્ષલય.(ઘઙઈઈ)’ અંતર્ગત ગ્લોબલ કક્ષાએ ફરી એકવખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2022નો ખિતાબ પ્રાપ્ત કરેલ છે. આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ 2016, 2018 અને 2020માં નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાનો ખિતાબ મેળવી ચૂકેલ છે. રાજકોટે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન દ્વારા રાજકોટમાં ચાલી રહેલ ઈફાફઈઈંઝઈંઊજ પ્રોજેક્ટ થકી આ ચેલેન્જમાં ભાગ લીધો હતો. રાજકોટે આબોહવા પરિવર્તન સામે લડવા માટે તેની પહેલોમાં સ્થિરતાને એકીકૃત કરવા તરફ પ્રગતિશીલ પગલાં હાથ ધરવા માટે વ્યાપક અભિગમ દર્શાવ્યો હતો. ગ્લોબલ જ્યુરી ઘ્વારા ભારતના કોચી, સુરત અને રાજકોટની નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાના ફાઇનાલિસ્ટ તરીકે સિલેક્શન કરવામાં આવેલ, જેમાંથી રાજકોટ શહેર ફરીવખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2022 બનેલ છે. રાજકોટ શહેરની સતત ચોથી વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી થયેલ છે.