– ગુજરાત ATSને મળી વધુ એક સફળતા
– 1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા
- Advertisement -
ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ કરી છે. ATSએ અમદાવાદમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે. આ ચારેય સાગરિતો બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા. તેઓ નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતાં. ATSએ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ કરી છે.
તેઓ સતત પોતાના સરનામા બદલતા રહેતા
મળેલી માહિતી મુજબ, ATSને ગુમરાહ કરવા માટે તેઓ સતત પોતાના સરનામા બદલતા રહેતા. આ લોકોના પાસપોર્ટ પર નામ-સરનામાથી લઇને બધું જ નકલી હતુ. આ લોકો વિશે પહેલા તપાસ કરવામાં આવી. ત્યાર બાદ જાણ થઇ કે આ લોકો 1993 બ્લાસ્ટના આરોપીઓ જ છે.
12 માર્ચ 1993 ના રોજ મુંબઇમાં થયો હતો બોમ્બ બ્લાસ્ટ
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, 12 માર્ચ 1993 ના રોજ મુંબઇ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વર્ષ 1993 અને તારીખ 12 માર્ચના રોજ મુંબઈમાં અનુક્રમે એક-બે નહીં પરંતુ 12 સીરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઇ હલબલી ઉઠ્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટમાં અંદાજે 250થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
Gujarat ATS arrests four accused in the 1993 Bombay serial blasts case.
— ANI (@ANI) May 17, 2022