કોલ્હાપુરના 25 જેટલા કલાકારોએ હિન્દી ફિલ્મોના દેશભક્તિના ગીતો રજૂ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત જૈન વિઝન સંસ્થા દ્વારા યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત જાગો હિન્દુસ્તાની નામનો દેશભક્તિના ગીતોનો અદભુત કાર્યક્રમ યોજાયો હતો.
આજે દેશમાં એકતા અને ભાઈચારાનો અને અનેકબલિદાનો પછી મળેલ આઝાદી આજની યુવા પેઢી જાણે સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની જરૂરિયાત છે ત્યારે કોલ્હાપુરના 25 જેટલા સંગીતકારોએ સાથે મળીને તૈયાર કરેલા હિન્દી ફિલ્મના જાણીતા ગીતો આધારિત જાગો હિન્દુસ્તાની કાર્યક્રમને માણીને રાજકોટવાસીઓ અભિભૂત થઈ ગયા હતા. જાગો હિન્દુસ્તાની કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું. આ તકે ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, મનીષભાઈ ચાંગેલા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ શેઠ, અનિમેષભાઈ રૂપાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ તકે વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રભુ મહાવીરસ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં સંસ્થાને આર્થિક સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભારતની આઝાદીની સુરીલી અમૃત ગાથા સમાન કાર્યક્રમ આઝાદ ભારતના 75 વર્ષની સફર કરાવી હતી. અત્યાર સુધી માં દેશમાં જાગો હિન્દુસ્તાનીના 3200 જેટલા કાર્યક્રમ થઈ ચૂક્યા છે જ્યારે અમેરિકામાં પણ 28 જેટલા શો યોજાયા છે.
આ કાર્યક્રમની સફળતા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના ભરત દોશી, જય ખારા, ધીરેન ભરવાડા, બ્રિજેશ મહેતા, અજીત જૈન, ગીરીશ મહેતા, નીલ મહેતા, સુનિલ કોઠારી, હિતેષ મહેતા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.