- આસામના કછાર જિલ્લામાં 1 બાળક સહિત 3 લોકો પાણીમાં ખોવાયા
આસામમાં સતત મુશળધાર વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મળેલા સમાચાર અનુસાર, પૂર્વોતર રાજય આસામમાં પુરના કારણે 7 જિલ્લા અને 57,000 લોકો પ્રભાવિત થયા છે. પુરના કારણે લોકો સિવાય 1,434થી વધારે પશુઓ પણ પ્રભાવિત થયા છે. આંકડાઓ મુજબ, પુરના કારણે 15 રાજસ્વના લગભગ 222 ગામડા પ્રભાવિત થયા છે, જેમાં ખેતીની લગભગ 10321.44 હેક્ટર જમીન પુરના પાણીમાં ડુબી ગઇ છે. તેમની સાથે જ 202 ઘર તુટી ગયા છે.
સતત વરસાદના કારણે દીમા હસાઓ જિલ્લાના 12 ગામમાં ભૂસ્ખલન થયું છે. પુરથી પ્રભાવિત લોકોના બચાવ અને રાહત કાર્યો માટે સેના, વાયુ સેના, અર્ધસૈનિક દળ, એસડીઆરએફ, અગ્નિશામક અને આપાતકાલીન સેવા દળ લાગેલા છે. પુર તેમજ ભૂસ્ખલનના કારણે રેલ્વે ટ્રકો અને પુલ, તેમજ રસ્તાને પણ ભારે નુકશાન થયું છે.
- Advertisement -
તેમની સાથે જ રેલ્વેએ નિવેદન જાહેર કર્યુ છે કે, ભારતીય વાયુસેનાના દિતોકચેરા સ્ટેશનમાં ફસાયેલા 1364 પ્રવાસીઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. જયારે 2 ટ્રેન પુરમાં ફસાઇ ગઇ છે, જેમાં બંન્ને ટ્રેનોમાં 1400-1000 પ્રવાસીઓ છે, જેમને કાઢવા માટે વાયુસેના, એસડીઆરએફ, આસામ રાઇફલ્સ, અને સ્થાનીક લોકોની મદદ મળી રહી છે.
આ બંન્ને ટ્રેનમાં ફસાયેલા 1400-1000 લોકો ફસાયેલા છે, જેમને કાઢવા માટેનું કામ ચાલી રહ્યુ છે. તેમની સાથે રહેલી ટ્રેનમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવાના પ્રયાસમાં સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમને ખાવા-પીવાની સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમની સાથે જ દરેક પ્રવાસી માટે હેલ્થની સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે.
- Advertisement -
કછાર જિલ્લામાં સ્થિતિ અતિ ગંભીર
આસામના કછાર જિલ્લામાં પુરની સ્થિતિ અતિ ગંભીર છે, જેમાં હજારો લોકો પ્રભાવિત થયા છે. એએસડીએમઇના અનુસાર, કછાર જિલ્લામાં 1 બાળક 3 લોકો પાણીમાં ખોવાયેલા છે. બચાવ કાર્યમાં એસડીઆરએફ, દમકલ અને આપાતકાલીન સેવા તેમજ જિલ્લા પ્રશાસન જોડાયેલ છે.