હવે વિજતંત્રનો ઝટકો: ચાલુ મહિનાથી જ લાગુ: ફયુઅલ ચાર્જ હવે રૂા.2.50 થશે
ખાસ-ખબર સંવાદદાતા
મોંઘવારીનો સિલસિલો અટકાવનું નામ લેતો ન હોય તેમ હવે વિજતંત્ર દ્વારા ઝટકો આપવામાં આવ્યો છે. ફયુઅલ ચાર્જમાં 20 પૈસાનો વધારો ઝીંકાતા હવે વિજબીલ વધશે ચાલુ મહિનાથી જ આ વધારો લાગુ થશે. વિજતંત્રના સુત્રોએ કહ્યું કે ફયુઅલ ચાર્જમાં 20 પૈસાનો વધારો કરવાની દરખાસ્તને વિજ નિયમન પંચ દ્વારા મંજુરી આપવામાં આવી છે.અત્યારે ફયુઅલ ચાર્જ રૂા.2.30 હતો તે હવે વધીને રૂા.2.50 થશે.ગુજરાતની ચારેય વિજ વિતરણ કંપનીઓને ફયુઅલ ચાર્જ વધારવાની છુટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર -કચ્છમાં વિજ સપ્લાય કરતી પીજીવીસી એલના 45 લાખ વિજ ગ્રાહકો પર બોજ પડશે. કેટલાંક વખતથી દેશભરમાં વિજળી ક્ષેત્રે વિવિધ રાજયો પડકારનો સામનો કરી
રહ્યુ છે.
- Advertisement -
આટકોટ, સરધાર, ધ્રાંગધ્રા, દસાડા, કચ્છમાં વીજદરોડા : 81 ટીમ ત્રાટકી
વિજચોરી રોકવા માટે સૌરાષ્ટ્રવ્યાપી દરોડાનો દોર જારી જ રાખવામાં આવ્યો છે. આજે રાજકોટના સરધાર-આટકોટ હેઠળના 10 ગામોમાં 26 ટીમો ત્રાટકી હતી જ્યારે કચ્છમાં ભચાઉના રાપર-ભીમાસરમાં 27 ગામોમાં 27 ટીમોએ ચેકિંગ ડ્રાઇવ હાથ ધર્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લામાં ધ્રાંગધ્રા, રાજસીતાપુર તથા દસાડાના 20 ગામોમાં 28 ટીમો ત્રાટકી હતી. લાખોની વીજચોરી પકડાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.