તત્કાલીન રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તત્કાલીન એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયાએ અતુલ શેઠ પાસેથી ત્રણ કરોડનો હવાલો લઈ જમીન ખાલી કરાવવા મામલે થયેલી અરજી પર કાયવાહી કરાઈ
બે વ્યક્તિના નિવેદન અને ઈન્ચાર્જ ઈઙ ખુરશીદ અહેમદ સાથે મુલાકાત : અરજીની ખરાઈ કરી લેવાયાની ચર્ચા
300 કરોડની જમીનનો હવાલો પોલીસને 3 કરોડમાં અપાયો હતો : હવાલા કાંડની તપાસ સુભાષ ત્રિવેદીના હાથમાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં વિવાદાસ્પદ જમીનના હવાલા લઇને પોલીસ જમીન ચોખ્ખી કરાવી આપતી હોવાના આક્ષેપ અંગે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બે વ્યક્તિના નિવેદન પણ લેવાયાનું સપાટી પર બહાર આવ્યું છે. જમીનના મુદ્દે સીઆઇડી ક્રાઇમના વડા સુભાષ ત્રિવેદી અને ઇન્ચાર્જ સીપી ખુરશીદ અહેમદ વચ્ચે બંધ બારણે લાંબી ચર્ચા થયાનું જણાવાય છે. શહેર પોલીસ જમીનના હવાલા લેતી હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત થઇ હતી. પરંતુ ગમે તે કારણોસર તાકીદે કોઇ કાર્યવાહી થઇ ન હતી. શહેરના મોટા ગજાના બિલ્ડરની જમીન અંગે તત્કાલીન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે હવલો લઇને જમીન ચોખ્ખી કરાવવામાં આવ્યાના આક્ષેપ સાથે અરજી થઇ હતી. આ અરજીમાં તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એસીપી લેવાયાનો પણ આરોપ મૂકાયો હતો. દરમિયાન આજે સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદી અચાનક રાજકોટ આવ્યા હતા. પોલીસ કમિશનર કચેરી ખાતે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાથે બંધ બારણે લાંબી ચર્ચા કરી હતી. આ જમીનના પર નોંધ્યા હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ સાથે સંડોવાયેલા મનાતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને હાજર થવા સમન્સ કરાયા હતાં પણ તેઓ હાજર રહ્યા ન હોવાનું જણાવાય છે. આ રીતે ચારેક વર્ષ પહેલા મુંજકાની જમીનના હવાલા અંગે થયેલી ફરિયાદ અંગે તપાસ શરૂ થયાનું ખુલ્યું છે. આ તપાસના કારણે પોલીસ અધિકારીઓ નીચે રેલો આવે તેવી પુરી શક્યતા છે. હાલમાં મુંજકાની જમીનના મુદ્દે તપાસ ચાલે છે કે અન્ય કોઇ જમીન અંગે પણ તપાસ થઇ રહી છે તે સ્પષ્ટ કરાતું નથી પણ જમીનના હવાલા અંગે તપાસ ચાલી રહ્યાનું જણાવાય છે.
સીઆઈડી ક્રાઈમના વડા જે અરજી સંદર્ભે રાજકોટ આવ્યા હતા તે અરજીમાં શું છે?
રાજકોટના એક વિવાદાસ્પદ જમીનકાંડ સંદર્ભે સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદી ગતરોજ રાજકોટ આવ્યા હતા અને તેમણે આ દિશામાં વધુ તપાસ કરી હોવાનું તથા બે વ્યક્તિઓના નિવેદન લીધા હોવાનું ચર્ચાય રહ્યું છે. સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદી જે વિવાદાસ્પદ જમીનકાંડની તપાસ અર્થે રાજકોટ આવ્યા હતા તે અરજી આજથી મહિનાઓ અગાઉ રહીમ હાસમ નરસલીયાએ કરી છે અને એ અરજી તત્કાલીન રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ, તત્કાલીન એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયા, તત્કાલીન એસઓજી બ્રાંચના ફિરોઝ શેખ, જીતેન્દ્રસિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા અને અતુલ શેઠ, વિમલ શેઠ, સંદીપ રામાણી, દિપકસિંહ જાડેજા વિરુદ્ધ કરવામાં આવેલી છે. આ અરજીમાં પોલીસ દ્વારા ક્યાં પ્રકારે કરોડો રૂપિયાનો હવાલો લઈ સત્તાનો દુરપયોગ કરવામાં આવ્યો છે અને જમીન મૂળ માલિક પાસેથી લઈ ખાલી કરાવવા, સાટાખત રદ્દ કરાવવા, કસ્ટડીમાં રાખવા અને માર મારવા વગેરે બાબતની હકીકત ફરીયાદી દ્વારા જણાવાઈ છે. તત્કાલીન રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ, તત્કાલીન એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયા વગેરેએ ત્રણ કરોડ રૂપિયા બિલ્ડર અતુલ શેઠ પાસેથી લઈ મુંજકાની 300 કરોડની જમીન ખાલી કરાવી આપ્યા અંગે થયેલી અરજીની સત્યતા તપાસી નિવદેન નોધવા માટે સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદી રાજકોટ આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ આ અરજીની ખરાઈ થઈ ચૂકી છે અને અરજીની એકત્ર કરાયેલી વિગતને આધારે ટૂંક સમયમાં આરોપીઓ સમક્ષ કડક કાર્યવાહી કરાશે.